કયા કારણસર ભારતીય શેરબજારમાં રોકાણકારોના ૧૫ લાખ કરોડ ધોવાયા
જાપાનીઝ ફંડો દુનિયાભરના સ્ટોક એક્સચેન્જમાં જ્યાં તેઓએ નાણાં રોક્યા છે ત્યાંથી નાણાં ઉપાડી પોતાના દેશમાં જ્યાં વ્યાજ દર વધુ થવાની સંભાવના છે ત્યાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવે તેવો મત છે.
(એજન્સી)મુંબઈ, શ્રાવણ મહિનાના સોમવારનો દિવસ ભારતીય શેરબજારને ફળ્યો નહોતો. સતત બીજા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ રોકાણકારોને ઝટકો આપ્યો હતો. વૈશ્વિક વેચવાલીના કારણે સેન્સેક્સ ૨૨૨૨ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૨.૫ ટકા કડાકા સાથે ૨૪,૦૫૫ પર બંધ રહી.
જાપાનના શેરોએ સોમવારે બેયર માર્કેટની પુષ્ટિ કરી કારણ કે એશિયા-પેસિફિક બજારોએ ગયા સપ્તાહથી વેચાણ ચાલુ રાખ્યું હતું, જેમાં નિક્કી 225 અને ટોપિક્સ 12% થી વધુ ઘટી ગયા હતા. બેન્ચમાર્ક ઈન્ડેક્સ 11 જુલાઈના રોજ તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 20% થી વધુ ઘટી ગયા છે.
નિક્કી પર 12.4% ની ખોટ – જેણે તેને 31,458.42 પર બંધ જોયો – તે 1987 ના “બ્લેક મન્ડે” પછી ઇન્ડેક્સ માટે સૌથી ખરાબ દિવસ હતો. ઇન્ડેક્સ પર 4,451.28 પોઈન્ટનું નુકસાન પણ તેના સમગ્ર સમયમાં પોઈન્ટ્સની દ્રષ્ટિએ સૌથી મોટું હતું.
યુએસ અને પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય ચિંતાઓ ઉભી થતાં અને નકારાત્મક આર્થિક ડેટા ઉપરાંત, જાપાનમાં યેન વેપાર અનવાઈન્ડિંગ એ અન્ય એક મુખ્ય કારણ છે. ઘણા લોકોના મતે, જાપાન વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરે છે, તેનો અર્થ યેન કેરી ટ્રેડનો અંત આવી શકે છે. આકસ્મિક રીતે યેન પણ ચિંતામાં વધારો કરી રહ્યો છે. જેને કારણે જાપાનીઝ ફંડો દુનિયાભરના સ્ટોક એક્સચેન્જમાં જ્યાં તેઓએ નાણાં રોક્યા છે ત્યાંથી નાણાં ઉપાડી પોતાના દેશમાં જ્યાં વ્યાજ દર વધુ થવાની સંભાવના છે ત્યાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવે તેવો મત છે.
ભારતમાં મિડકેપ ઈન્ડેક્સમાં ૩.૫ ટકાઅને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૪ ટકા ઘટાડો જોવા મળ્યો. ડોલર સામે રૂપિયો પણ ૮૩.૯૪ પૈસાના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો. આજના કડાકા બાદ માર્કેટ કેટ ઘટીને ૪.૪૧ લાખ કરોડ થયું છે. આજના સત્રમાં રોકાણકારોના ૧૫ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને એક જ સેશનમાં ૧૫.૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ ૨૨૨૨ પોઈન્ટ ઘટીને ૭૮,૭૫૯ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૬૨ પોઈન્ટ ઘટીને ૨૪,૦૫૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારના આ ઘટાડાને કારણે ભારત ફોર્જ ૬.૧૮ ટકા, મધરસન ૯.૧૮ ટકા, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ૮.૩૪ ટકા, ટાટા મોટર્સ ૭.૩૧ ટકા, એમફેસીસ ૪.૪૩ ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ ૪.૧૯ ટકા, હિન્દુસ્તાન કોપર ૬.૭૧ ટકા, નોલ્કો ૬.૬૨ ટકા, શેલ ૭૬ ટકા, ઓએનજીસી ૬.૦૧ ટકા, જીએમઆર એરપોર્ટ ૫.૬૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
દિવસ છેલ્લા ૫૭ વર્ષમાં તાઈવાનના શેરબજાર માટે સૌથી ખરાબ ટ્રેડિંગ દિવસ સાબિત થયો છે. એશિયન બજારોમાં જાપાનનું સૌથી અગ્રણી બજાર નિક્કી ૨૨૫ આજે ૧૨.૪ ટકાના જંગી ઘટાડા સાથે બંધ થયું હતું. ૧૯૮૭માં બ્લેક મન્ડે પછીનો આ સૌથી મોટો વન-ડે ઘટાડો સાબિત થયો છે. જાપાનમાં પણ ૩૭ વર્ષનો ઘટાડાનો ઐતિહાસિક રેકોર્ડ તૂટી ગયો હતો.
જ્યારે અમેરિકન બજારોમાં બેરોજગારીનો દર અને કેટલાક અન્ય આર્થિક આંકડાઓ અપેક્ષા કરતા વધુ ખરાબ હતા ત્યારે અમેરિકામાં મંદીનો ભય સમગ્ર વિશ્વ માટે ખરાબ સંકેત તરીકે આવ્યો હતો જે શુક્રવારથી શરૂ થયેલ ઘટાડાનું સુનામી આજે ‘બ્લેક મન્ડે’માં ફેરવાઈ હતી. શુક્રવારથી વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનો ટ્રેન્ડ હતો, જે આજે વૈશ્વિક સેલઓફમાં પરિવર્તિત થયો હતો.