Western Times News

Gujarati News

અમદાવાદના આ ઓક્સિજન પાર્કમાં છે લગભગ 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ

ગ્રીન અમદાવાદઃ શહેરીજનોને મળશે ચાર નવા ઓક્સિજન પાર્કની ભેટ

અમદાવાદ, મ્યુનિસિપલ બાગ-બગીચા વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ઓક્સિજન પાર્ક તૈયાર કરાઈ રહ્યા છે જે પૈકી બોડકદેવ વોર્ડમાં વિકસિત થતાં ઓક્સિજન પાર્કનું ટૂંક સમયમાં લોકાર્પણ વાની શક્યતા છે.

મ્યુનિ. રિક્રિયેશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, કમિટી દ્વારા શહેરના વિવિધ ઓક્સિજન પાર્કનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો જેમાં ચાર સ્થળોની મુલાકાત લઈ પ્રોજેકટ અંગેની માહિતી મેળવાઈ હતી. શહેરને હરિયાળું બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન કટિબદ્ધ હોઈ આ પ્રકારના નવા નવા પ્રોજેક્ટ હાથ ધરાઈ છે.

ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં ટીપી ર૧પના ફાઈનલ પ્લોટ નં.૧૦૯માં મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા ઓક્સિજન પાર્ક ડેવલપ કરાઈ રહ્યો છે જેમાં અંદાજે ર૭,ર૦૦ ચોરસ મીટર વિસ્તારમાં લગભગ ૧,૬૭,૦૦૦થી વધુ વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને મોટા ઝાડનું વૃક્ષારોપણ કરાયું હોઈ તે ટૂંક સમયમાં લોકોપયોગી થનાર છે.

આ ઝોનના ગોતા વોર્ડમાં અદાણી ટોટલ ગેસ દ્વારા ટીપી પ૬ના ફાઈનલ પ્લોટ ર૪૧ ખાતે ગ્રીન મોÂસ્ફયર પાર્કમાં અઢી લાખ ફૂલ-છોડ સહિતની ગ્રીનરી ડેવલપ કરવામાં આવે છે જે ૩૭,૦૦૦ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. ગોતાના ટીપી ૪૧ના ફાઈનલ પ્લોટ ૧૬૧માં ઉગતી લેક ખાતે વિકસિત કરાયેલા ઓક્સિજન પાર્કમાં ૪પ જાતના આશરે રપ,૦૦૦ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરાયા છે.

જે આશરે પ૬૦૦ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. ગોતામાં આવેલી ટીપી ૪૧ના એફપી ૧૬પ ખાતે ૧૮,૯૦૦ ચોરસ મીટર વિસ્તારને તળાવ સાથે વિકસિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. દરમિયાન શનિવારે બાગ બગીચા વિભાગે શહેરમાં વધુ ૩૧,૩૪ર રોપાનું વૃક્ષારોપણ કરી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ર૦,૩પ,૬પર રોપાનું વાવેતર કર્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.