Western Times News

Gujarati News

વસ્ત્રાપુર ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

તાલુકા લાઈવલીહુડ મેનેજર અને અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ (UCD)ની સ્વ સહાય જૂથની બહેનોને સન્માનિત કરવામાં આવી-ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સમગ્ર રાજ્યમાં નારી વંદન સપ્તાહની ઉજવણી તા. 1થી 8 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા અમદાવાદ જિલ્લાની વિવિધ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA), વસ્ત્રાપુર ખાતે આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી વંદન સપ્તાહ અંતર્ગત તાલુકા લાઈવલીહુડ મેનેજર અને અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટન (UCD)ની સ્વ સહાય જૂથની બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી વૃત્તિકા વેગડા દ્વારા રાજ્ય સરકારની મહિલા કેન્દ્રિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી તન્વી ચાવડા દ્વારા વિવિધ મહિલા કેન્દ્રિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર શ્રી શીતલબહેન દ્વારા આઈ.સી.ડી.એસ. અંતર્ગત આવતી યોજનાઓ અને દર મંગળવારે ઊજવવામા આવતા મમતા દિવસ સહિતના દિવસો વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ ઝુંબેશ હેઠળ નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ ખાતે ઉપલબ્ધ જગ્યામાં ઓઢવ વિસ્તારના કાઉન્સેલરો શ્રી નિતાબહેન, શ્રી મિનુબહેન, શ્રી વર્ષાબહેન તથા અ.મ્યુ. કોર્પોરેશનમાંથી UCD વિભાગના શ્રી ધર્મિષ્ઠાબહેન, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, ફિલ્ડ ઓફિસર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ દ્વારા પીપળો, લીમડો, ચંપો, મધુકામીની, ગુલમહેન્દી, એકાજોરા અને જાસૂદના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જીગર જસાણી, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જલ્પાબહેન પંડ્યા, ડે. ચેરમેન શ્રી અલ્કાબહેન મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.