૭૫ ટકા હાજરી નહિ હોય તો પરીક્ષામાં નહિ બેસી શકોઃ સીબીએસઇ
નવીદિલ્હી, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ૧૦ અને ૧૨મા ધોરણમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે ૭૫ ટકા હાજરી હોવી ફરજિયાત કરવાની નોટિસ જાહેર કરી દીધી છે. બોર્ડે કહ્યું કે જે વિદ્યાર્થીઓની હાજરી ૭૫ ટકાથી ઓછી હશે તેમને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે. આ ફેસલો આ સત્રથી જ લાગૂ થશે, જેના માટે તમામ સ્કૂલોને નિર્દેશ આપવામાં આવ્યા છે. સીબીએસઈની બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે અને હાલ ટિકિટ એવા વિદ્યાર્થીઓને જ મળશે જેમની હાજરૂ પૂરી હશે. જે વિદ્યાર્થીઓની હાજરી ૭૫ ટકાથી ઓછી હશે તેમની યાદી ક્ષેત્રીય કાર્યાલયે જશે અને પછી આ મામલે ૭ જાન્યુઆરી કે તેની પહેલા ફેસલો લેવામા આવશે. જો કોઈ વિદ્યાર્થીની હાજરી ઓછી નિકળે તો તેણે કારણ જણાવવું પડશે, સાથે જ આ સંબંધિત દસ્તાવેજ પણ ૭ જાન્યુઆરી પેલા જમા કરાવવાનાં રહેશે.
કેટલીકવાર કોઈ ઈમરજન્સી સ્થિતિ, સ્વાસ્થ્યમાં ખરાબી અથવા કોઈ અન્ય કારણોસર સ્કૂલ બંધ હોવાને પગલે બાળકો સ્કૂલ ના જઈ શકે. એવામાં જે કોઈપણ બાળક પોતાના વાસ્તવિક જાણકારી આપશે તેની વાત ધ્યાનમાં લેવામાં આશે. બોર્ડ જલદી જ એડમિટ કાર્ડ (હાલ ટિકિટ) જાહેર કરશે, માટે સ્કૂલોએ જલદી જ અટેન્ડન્સ રિપોર્ટ ક્ષેત્રીય કાર્યાલયમાં જમા કરાવવાની રહેશે.