બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારઃ મંદિરો અને ઘરોમાં તોડફોડ અને આગચંપી
હિંસક ટોળાઓએ હિન્દુઓને ઘરોમાંથી બહાર કાઢી અત્યાચાર ગુજાર્યોઃ ભયભીત હિન્દુઓની હિજરતઃ સરહદ પર એકત્ર થયેલા પીડિતો
(એજન્સી)ઢાકા, શેખ હસીના રાજીનામુ આપી બાંગ્લાદેશ છોડી ભારત આવી પહોંચ્યા છે ત્યારે બીજી બાજુ બાંગ્લાદેશમાં આજે પણ પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક જોવા મળી હતી. હિંસક ટોળાઓ રસ્તા ઉપર આતંક મચાવી રહ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે, હિંસક બનેલા ટોળાએ હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. આજે સંખ્યાબંધ મંદિરો અને હિંદુઓના ઘરમાં ઘૂસીને ટોળાએ તોડફોડ કરવા સાથે સળગાવી દેતા હિંદુઓ ભયભીત બની ગ યાં છે
અને ભારત પાસે મદદની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશનું લશ્કર પણ મુકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે ત્યારે ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર પરિસ્થિતિ કોઈપણ સમયે તણાવભરી બને તેવી દહેશત સેવાઈ રહી છે. બાંગ્લાદેશમાંથી હિંદુઓ હિજરત કરી રહ્યા છે અને સંખ્યાબંધ લોકો સરહદની નજીક આવી રહ્યા છે. બાંગ્લાદેશના પીડિત હિંદુઓને બચાવવા માટે કેન્દ્ર સરકાર સતત ચિંતિત છે અને આજે પણ બેઠકોનો દોર દિલ્હીમાં થયો હતો. જેમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પગલાં ભરવાના નિર્ણય લેવાયા છે.
બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન ‘બંગબંધુ ભવન’માં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ એક ઐતિહાસિક ઈમારત છે જે ઢાકાના ધાનમોન્ડીમાં સ્થિત છે, જેનો ઉપયોગ શેખ મુજીબુર રહેમાન તેમના ખાનગી નિવાસસ્થાન તરીકે કરતા હતા.
બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને શેખ હસીનાના રાજીનામા બાદ દેશના વિવિધ વિસ્તારોમાં હિંસાનું વાતાવરણ છે. કેટલીક જગ્યાએ તોડફોડ અને કેટલીક જગ્યાએ આગચંપીના અહેવાલો છે. બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મસરફે મોર્તઝાના ઘરને પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. દેખાવકારોએ નારેલમાં મશરફી મુર્તઝાના મુખ્ય ઘરને આગ ચાંપી દીધી હતી.
વિરોધીઓએ બાંગ્લાદેશમાં કથિત ‘નરસંહાર અને વિદ્યાર્થીઓની સામૂહિક ધરપકડ’ પર તેમના મૌન માટે શાસક અવામી લીગ પાર્ટીના સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યાે છે. આ ઘટના પછી જે દ્રશ્યો સામે આવ્યાં હતાં તેમાં દેખાવકારો દ્વારા તેમના ઘરની તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી.
મોર્તઝાએ અલગ-અલગ ફોર્મેટમાં ૧૧૭ મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી હતી, જે તેના દેશ માટે સૌથી વધુ છે. તેમની લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તેણે ૩૬ ટેસ્ટ, ૨૨૦ ઓડીઆઈ અને ૫૪ટી૨૦ મેચોમાં પ્રભાવશાળી ૩૯૦ દેખાવ કર્યા અને ૨,૯૫૫ રન બનાવ્યા. નિવૃત્તિ પછી, તેમણે ૨૦૧૮ માં તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગમાં જોડાયા. તેઓ નરેલ-૨ બેઠક પરથી સાંસદ તરીકે જીત્યા હતા.
ઢાકામાં પ્રદર્શનકારીઓ દ્વારા બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરની લૂંટ કરવામાં આવી હતી. બાંગ્લાદેશનું પોલીસ તંત્ર સાવ પડી ભાંગ્યું છે, રસ્તાઓ પર પોલીસ નથી. બાંગ્લાદેશ સરહદ રક્ષક સૈનિકોને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેઓ ફરજ પર નથી. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો જ તૈનાત છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે.
બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન ‘બંગબંધુ ભવન’માં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ એક ઐતિહાસિક ઈમારત છે જે ઢાકાના ધાનમોન્ડીમાં સ્થિત છે, જેનો ઉપયોગ શેખ મુજીબુર રહેમાન તેમના ખાનગી નિવાસસ્થાન તરીકે કરતા હતા.
હકીકતમાં, ઓગસ્ટ ૧૯૭૫માં શેખ મુજીબની તેમના પરિવારના સભ્યો સાથે આ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની પુત્રી શેખ હસીના આ ઘટના સમયે વિદેશમાં હોવાના કારણે બચી ગઈ હતી. આ ઇમારત રાષ્ટ્રીય ધરોહર સ્થળ છે અને તેને બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવી છે.