Western Times News

Gujarati News

વિશાખાપટ્ટનમ: બેન્ક સાથે છેતરપિંડી કરનાર સિંહ પરિવારની 51 કરોડની સંપત્તિ જપ્ત

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી, બેન્ક લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ઇડી) દ્વારા વિશાખાપટ્ટનમના એક પુરૂષ અને તેના પરિવારની માલીકીના ફિશ ફાર્મ, પોલ્ટ્રી ફોર્મ અને ેબન્ક ખાતા જપ્ત કરવામાં આવ્યા હતા, એમ તપાસ એજન્સીએ કહ્યું હતું. આ સંપત્તિ કુમાર પપ્પુ સિંહ અને તેમના પરિવારની હતી.ફિશ ફાર્મીંગ માટે કિસાન  ક્રેડિટ કાર્ડ લોન લેવા છેતરપિંડી કરનર કેટલાક ચોક્કસ લાભાર્થીઓ, આઇડીબીઆઇ બેન્કના અધિકારીઓ  સામે વિશાખાપટ્ટમમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલી એફઆઇઆરના આધારે ઇડીએ કેસ કર્યો હતો.

The Directorate of Enforcement (ED) said on Thursday that it had provisionally attached movable and immovable assets totaling Rs. 51.43 crore belonging to a businessman, Kumar Pappu Singh, his family members and companies controlled by him under the Prevention of Money Laundering Act, 2002 (PMLA) in the IDBI fish farming loan fraud case.

ઇડીએ આક્ષેપ કર્યો હતો કે સિંહે  છેતરપિંડી કરી તેના પરિવારના , નોકરોના અને તેના ઓળખીતાઓના  કુલ૮૭ સભ્યોના નામે કિસાન ક્રેડિટ કાર્ડ લોન લીધી હતી.તેણે કોલેટ્રલ તરીકે પોતાની સંપત્તિ મૂકી હતી.ત્યાર પછી લોનનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.

‘ લોન લેનારાઓના ખાતામાંથી તમામ રકમ ગેરકાયદે સિંહે પોતાના અને કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.નાના ખેડૂતોને અપાયેલી કુલ રૂપિયા ૬૯.૪૬ કરોડની લોનને આરોપીએ  ગેરકાયદે અંગત મિલકતો ખરીદવામાં વાપરી હતી.

આરોપી સિંહે પોતાના અને પરિવારના નામે અનેક મિલકતો અને પોલ્ટ્રી ફાર્મ બનાવ્યા હતા તેમજ નવા ફિશ ફાર્મ શરૂ કરવાની તેની યોજના હતી, એમ એજન્સીએ કહ્યું હતું. મની લેન્ડરિંગ એક્ટ અટકાયત ધારા હેઠળ મકાન,ફિશ ટેન્ક અને પોલ્ટ્રી ફાર્મની કુલ રકમ ૩૫.૭૦ કરોડ તેમજ વિવિધ ખાતાઓમાં સિંહના નામે પડેલા રૂપિયા ૧૫.૭૩ કરોડ જપ્ત કરી લેવા એક હંગામી ઓર્ડર જારી કરાયો હતો.જપ્ત કરેલી સંપત્તિનું કુલમૂલ્ય રૂપિયા ૫૧.૪૩ કરોડ થાય છે, એમ એજન્સીએ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.