Western Times News

Gujarati News

ગોધરાના દરુણીયા ગામના લોકોએ અલગ અલગ માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના દરૂણીયા ગામે જ્યોતિ ગ્રામ ઘરવપરાશ રહેઠાણ ની લાઈટ દરરોજ બંધ રહેતી હોય તે તેમજ આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાના જમીન પ્રશ્નોના મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી.

ગોધરા તાલુકા ના દરૂણીયા ગામમાં જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત લાઈટ બેટીયા ફીડર ફોલ્ટ નાં કારણે એક પણ ગામમાં ગ્રામજનો ને સમયસર લાઈટ મળતું નથી.અને હાલમાં ચોમાસાની ઋતુ તેમજ દશામાં નું વ્રત ચાલતું હોય જેમાં ગ્રામ જનો ને લાઈટ ની સુવિધા ની તાતી જરૂરિયાત હોય છે.ત્યારે ગ્રામજનો ને છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી લાઈટ સમયસર નહી મળતા ઘણી બધી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.

આ મામલે વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા નાં અધિકારી ઓને લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય છે.ત્યારે દરૂણીયા ગામ આદિવાસી વિસ્તાર ધરાવતું ગામ છે.માટે વહેલી તકે ગ્રામજનો ની સમસ્યા ની નિવારણ કરવા માટેની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.ત્યારે અમારા ગામનો વીજ પુરવઠો અંબાલી વીજ સબ સ્ટેશન બનતા ત્યાંના વીજ ફીડર ને જોડવામાં આવે તો અમને સમયસર અને નિયમિત લાઈટ મળી શકે તેવી પણ અમારી માંગ છે.

સાથો સાથ દારૂણીયા ગામ મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે ૨૦૧૮ -૧૯ માં અભ્યાસ અને શિક્ષણ માટે હાઈસ્કૂલની મંજૂરી આપવામાં આવી છે ત્યારે જમીનના પ્રશ્નોના કારણે હાઈસ્કૂલના મકાનની આજ દિન સુધી જમીન ફાળવણી થઈ શકતી નથી જેના કારણે હાઈસ્કૂલના બાળકો હજી સુધી પ્રાથમિક શાળાના ઓરડા માં પાડી પદ્ધતિ ના આધારે અભ્યાસ કરી રહ્યા છે.

આ સમસ્યાના કારણે બીજા બાળકો ગામથી પાંચ કિલોમીટર દૂર શિક્ષણ માટે જવું પડી રહ્યું છે વધુમાં પ્રાથમિક શાળામાં ઓરડાની ગટ હોવાના કારણે શાળામાં નવ ઓરડાની સામે ૭૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેના કારણે અભ્યાસ મેળવવામાં ભારે તકલીફ પડી રહી છે. જેને લઇને આજરોજ ગ્રામજનો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.