દેશ સહિત ગુજરાતમાં કાતીલ ઠંડીનું મોજું
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના લીધે આગામી બે દિવસ ઠંડીનું જાર રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાક દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરાતા તંત્ર અને લોકો સાવચેત થયા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો.
જેમાં નલિયામાં ૯.૨, ભુજમાં ૯, રાજકોટમાં ૯.૭નો સમાવેશ થાય છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી રહ્યું હતું. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે.
હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોઇપણ જગ્યાએ કોલ્ડવેવની વાત કરવામાં આવી નથી. આવી Âસ્થતિમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આનો મતલબ એ થયો કે ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થવાના સંકેત છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.
આજે ભુજમાં ફુડ પોઇઝનિંગના બનાવથી બેના મોત થયા હતા. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી.