Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Tweet કરીને વિનેશ ફોગાટ વિશે શું ક્હયું

(એજન્સી)નવી દિલ્હી, પેરિસ ઓલિમ્પિકસથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ૫૦ કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતા ફક્ત ૧૦૦ ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો છે.

વિનેશ ફોગાટના ઓલિમ્પિકસમાંથી બહાર જવાના સમાચારથી કારણે કરોડો ભારતીયો નિરાશ થયા છે. આ દરમિયાન સરકારથી લઈને વિપક્ષ સુધીના તમામ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને પોતે આ મામલે Âટ્‌વટ કરીને વિનેશ ફોગટને સાંત્વના આપી છે અને પીટી ઉષા સાથે આ મામલે વાત કરી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.

વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન અને ભારતનું ગૌરવ છો: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Tweet કરીને કહ્યું કે,’વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આજની હાર દુઃખ આપે છે. હું જે નિરાશાનો અનુભવ કરી રહ્યો છું તેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. પડકારોનો સામનો કરવો એ તમારો સ્વભાવ રહ્યો છે. તમે મજબૂત રીતે પાછા ફરશો. અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.’

વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘વિશ્વવિજેતા રેસલરને હરાવીને ફાઈનલમાં પહોંચનાર વિનેશ ફોગાટને ટેÂક્નકલ આધારે અયોગ્ય જાહેર કરવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને પૂરી આશા છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂતીથી પડકારશે અને દેશની દીકરીને ન્યાય અપાવશે. વિનેશ હિંમત હારનારમાંથી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.