યુનિકોમર્સ ઇસોલ્યુશન્સના IPOને અગ્રણી બ્રોકરેજ હાઉસીસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ મળી
- પબ્લિક ઇશ્યૂ મંગળવાર, 6 ઓગસ્ટ, 2024થી ખૂલે છે અને ગુરૂવાર, 8 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થાય છે
- યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 108ના અપર પ્રાઇઝ બેન્ડ પર 14 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 124.46 કરોડ એકત્રિત કર્યા
યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડના આઈપીઓને વેન્ચ્યુરા સિક્યોરિટીઝ, મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસીઝ, બીપી ઇક્વિટીઝ, મહેતા ઇક્વિટીજ, ઇન્ડસેક વગેરે જેવા અગ્રણી બ્રોકરેજ હાઉસીસ તરફથી સબ્સ્ક્રાઇબની ભલામણ મળી છે.
વેન્ચ્યુરા સિક્યોરિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે કે “નાણાંકીય વર્ષ 2021થી નાણાંકીય વર્ષ 2023 સુધી આવકની બાબતે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ લેયરમાં ભારતના સૌથી મોટા ઇ-કોમર્સ ઇનેબલમેન્ટ SaaS પ્લેટફોર્મ તરીકે સ્થિત યુનિકોમર્સ નાણાંકીય વર્ષ 2023માં ટોચની પાંચ કંપનીઓમાં એકમાત્ર નફો કરતી કંપની રહી છે. તેની પ્રોડક્ટ્સને નિયમિતપણે અપડેટ કરીને તેણે રિટેલ વેપારી એકમોની ઊભરતી જરૂરિયાતો સંતોષી છે અને ઇ-કોમર્સ સપ્લાય ચેઇનમાં તેની મહત્વની ભૂમિકા પુનઃસ્થાપિત કરી છે તથા આ આઈપીઓને “સબ્સ્ક્રાઇબ”નું રેટિંગ આપવામાં આવે છે.”
મારવાડી ફાઇનાન્શિયલ સર્વિસીઝના રિપોર્ટમાં જણાવાયું છે કે “ઇશ્યૂ પછીના આધારે નાણાંકીય વર્ષ 2024ના રૂ. 1.28ના ઇપીએસને ધ્યાનમા લેતા કંપની 84.59 ગણા પી/ઈ પર અને રૂ. 1,106 કરોડના માર્કેટ કેપ સાથે લિસ્ટ થાય તેવી સંભાવના છે. કંપનીના બિઝનેસ સાથે સરખામણી કરી શકાય તેવી બીજી કોઈ લિસ્ટેડ કંપનીઓ નથી. અમે આ આઈપીઓને “સબ્સ્ક્રાઇબ”નું રેટિંગ આપીએ છીએ કારણ કે કંપની સૌથી મોટી ઇ-કોમર્સ એનેબલ્ડ SaaS પ્રોડક્ટ્સ પ્લેટફોર્મ છે. કંપનીની ભવિષ્યની વિકાસની સંભાવનાઓને જોતા તે વાજબી વેલ્યુએશન પર ઉપલબ્ધ છે.”
બીપી ઇક્વિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે કે “કંપની તેની વિવિધ પ્રોડક્ટ્સ દ્વારા તેના ક્લાયન્ટ્સને ઇ-કોમર્સ કામગીરીઓ અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરે છે જેના લીધે કંપનીનો તંદુરસ્ત નાણાંકીય વિકાસ થાય છે. અપર પ્રાઇઝ બેન્ડ પર ઇશ્યૂની નાણાંકીય વર્ષ 2024ની અર્નિંગ પર 93.1 ગણા પી/ઈ પર વેલ્યુ થાય છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ ઇશ્યૂ મોંઘો લાગે છે પરંતુ અમે માનીએ છીએ કે કંપનીનું મજબૂત બિઝનેસ પર્ફોર્મન્સ અને ઇન્ડસ્ટ્રી ટેલવિન્ડ મધ્યમથી લાંબા ગાળા માટે એક તક પૂરી પાડે છે. આથી અમે આ ઇશ્યૂને “સબ્સ્ક્રાઇબ”નું રેટિંગ આપીએ છીએ.”
મહેતા ઇક્વિટીઝે જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ રોકાણકારોને ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ લેયરમાં ભારતના સૌથી મોટા ઈ-કોમર્સ સક્ષમ SaaS પ્લેટફોર્મમાં રોકાણ કરવાની અનન્ય તક પૂરી પાડે છે. પ્લગ-એન્ડ-પ્લે ઇન્ટિગ્રેશનની વિશાળ શ્રેણી સાથે જોડાયેલ પ્રોડક્ટ્સનો કંપનીનો વ્યાપક અને મોડ્યુલર સંપુટ તેને તેના ગ્રાહકોના ટેક સ્ટેક્સનો આવશ્યક ઘટક બનાવે છે.
રૂ. 108ના અપર પ્રાઇઝ બેન્ડના વેલ્યુએશન પાર્સ પર, ઇશ્યૂ રૂ. 1,106 કરોડની માર્કેટ કેપ ઇચ્છે છે. નાણાંકીય વર્ષ 2024ની કમાણી અને આઈપીઓ પછીની ફુલ્લી ડાયલ્યુટેડ પેઇડ-અપ કેપિટલના આધારે કંપની 84.5x ગણોની પી/ઈ ઇચ્છી રહી છે, જે તેના નજીકના ગાળાના ગ્રોથ ટ્રિગર્સને જોઈને ફુલ્લી પ્રાઇઝ્ડ જણાય છે. તેની અનન્ય ટેક્નોલોજી ક્ષમતાઓ અને સતત નવીનતા સાથે, અમારું માનવું છે કે કંપની વિસ્તરતા ઈ-કોમર્સ સક્ષમ ક્ષેત્રનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. તેથી, અમે રોકાણકારોને યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડના આઈપીઓને “સબ્સ્ક્રાઇબ” કરવાની ભલામણ કરીએ છીએ.”
ઇન્ડસેક સિક્યોરિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે કે “અપર પ્રાઇઝ બેન્ડ પર યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડ નાણાંકીય વર્ષ 2024ના અર્નિંગ પર 84.6 ગણા પી/ઈ પર છે. અમે માનીએ છીએ કે ઇકોમર્સ SaaS માર્કેટની મજબૂત સંભાવનાઓને જોતા ઇશ્યૂ યોગ્ય ભાવે છે. અમે આ કંપનીને નીચે મુજબના કારણોસર સબ્સ્ક્રાઇબની ભલામણ કરીએ છીએ
(1) તેનું ઇન્ટિગ્રેટેડ ઇકોમર્સ એનેબલમેન્ટ SaaS પ્લેટફોર્મ જે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગના કોર એરિયામાં છે (2) નફાકારક હોય તેવી આ ક્ષેત્રે કોઈ લિસ્ટેડ કંપની નથી (3) 100 ટકાથી વધુ નેટ રેવન્યુ રિટેન્શન દર્શાવે છે કે હાલના ક્લાયન્ટ્સમાંથી આવકમાં વૃદ્ધિ થશે (4) ઇન્ટિગ્રેશનની સ્થિર પ્રકૃતિ સુનિશ્ચિત કરે છે કે ક્લાયન્ટના સંબંધો લાંબો સમય સુધી ચાલશે, જેનાથી લાંબો સમય સુધી આવક મળશે.”
કંપનીએ 5 ઓગસ્ટ, 2024ના રોજ પ્રત્યેક શેરદીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 108 (ઇક્વિટી શેર દીઠ રૂ. 107ના પ્રીમિયમ સહિત)ના અપર પ્રાઇઝ બેન્ડ પર 1,15,23,831 ઇક્વિટી શેર્સ ફાળવીને 14 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ.124.46 કરોડ એકત્રિત કર્યા હતા. એન્કર ઇન્વેસ્ટર્સને 1,15,23,831 ઇક્વિટી શેર્સની કુલ ફાળવણીમાંથી 87,29,328 ઇક્વિટી શેર્સ (એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણી પૈકીના 75.75 ટકા) કુલ 10 સ્કીમ્સ દ્વારા 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવાયા હતા. મહત્વના એન્કર ઇન્વેસ્ટ્રમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, કોટક મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ અને મોર્ગન સ્ટેનલી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (એમએસઆઈએમ), ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડ, એમએન્ડજી (પ્રુડેન્શિયલ યુકેનો ભાગ), ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે.