Western Times News

Gujarati News

આત્મ હત્યાનું સ્ટેટસ વાયરલ કર્યુ યુવકેઃ ગુમ થયેલા યુવકને પકડવા પોલીસે વાપરી યુક્તિ

પ્રતિકાત્મક

આત્મહત્યાનો સ્ટેટસ વાયરલ કરી ઘરેથી ગુમ થયેલા ઇસમને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી બાયડ પોલીસ

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના રણેચી ગામના કલ્પેશભાઇ મહેંદ્રભાઇ પગીએ ૧’ લી ઓગસ્ટે બાયડ પોલીસ મથકે આવી અને પોલીસ ઇન્સપેકટર કે.ડી.ડીંડોરને મળી જણાવેલ કે, તેમનો મોટા ભાઈ નામે પંકજભાઇ મહેન્દ્રભાઇ પગી ઉ.વ-૨૭ રહે-રણેચી તા-બાયડ જી-અરવલ્લી નાઓ બાયડ મુકામે એમ.કે.સ્ટાર બેચ નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે

જે સવારે ટયુશન કલાસીસ ઉપર ગયેલ અને ત્યાંથી કોઇને કઇ પણ કહ્યા વગર ક્યાંક જતા રહી ઘરે પરત નહીં આવી ગુમ થયેલ છે પંકજભાઇ મહેંન્દ્રભાઇ પગી નાઓએ પોતાના વોટ્‌સએપમાં હું માનસીક કંટાળી ગયેલ છુ અને હવે મને બીજો કોઈ રસ્તો સુઝતો નથી. (હું હારી ગયેલ. વિગેરે જેવા જુદા જુદા સ્ટેટસ મુકેલ હોય અને ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ના હોય તેમજ મેસેજના જવાબ આપતો ન હતો

જે બાબતે પોલીસ ઇન્સપેકટર કે.ડી.ડીંડોરનાઓએ કલ્પેશભાઇ મહેંદ્રભાઇ પગી નાઓને તથા તેમની સાથે આવેલ માણસોને સાંત્વના પાઠવી અને હૈયા ધારણા આપી હતી કે અમો તમારા ભાઇને સહી સલામત પરત લાવવા પુરતા પ્રયત્નો કરીશું તેમ જણાવી બનાવની ગંભીરતા અંગે નોંધ લઇ બાયડ પોલીસ સ્ટેશનમાં ગુમ થવા બાબતે જાણવા જોગ ફરીયાદ નોંધ કરી

આ ગુમ થનાર પંકજભાઇને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સીસથી પોલીસની જુદી જુદી ટીમો બનાવી શોધવા પ્રયત્નો શરુ કરેલ અને જાણવા જોગની તપાસ કરતા ટાઉન બીટના ઇન્ચાર્જ જમાદાર રવિભાઇ પંકજભાઇ નાઓએ સદર ગુમ થનાર પંકજભાઇ મહેન્દ્રભાઇ પગી નાઓના વોટ્‌સએપમાં મેસેજ કરેલ કે “તમી ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વગર નિકળી ગયેલ હોય  જે સમાચાર સાંભળી તમારા માતા બિમાર થઇ ગયેલ હોય અને તેઓ આઇ.સી.યુમાં દાખલ છે.

જેથી તમો તમારી તબીયત સાચવજો અને તમારા માતા તથા ભાઇ સાથે તથા મારી સાથે વાત કરી તમારા વિશે માહિતી આપો તે મેસેજ સદર ગુમ થનાર પંકજભાઇ વાંચતા તેઓએ અ.હે.કો રવિભાઇ પંકજભાઇને ફોન કરી વાત કરતા તેઓ પોતે જીવનથી હારી ગયેલ છે તેવુ જણાવતા હોય અને ટેકનીકલ સોસશીથી સદરહુ ગુમ થનાર દિલ્હી મુકામે હોવાનું જાણવા મળેલ હતું.

તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ બાયડ મુકામે પરત આવતા જેઓને બાયડ પોલીસ સ્ટેશન લાવી તેઓના પરિવાર સાથે મિલન કરાવેલ છે. આમ બાયડ પોલીસને ઘરેથી આત્મ હત્યા કરવા નિકળેલ ઇસમને તેઓના પરિવારને પરત કરી સોપવામાં સફળતા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.