Western Times News

Gujarati News

નેપાળના નુવાકોટમાં હેલિકોપ્ટર પહાડ સાથે અથડાયુંઃ ૫ના મોત

કાઠમંડુ, નેપાળના નુવાકોટના શિવપુરી વિસ્તારમાં એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું ત્યારે તે નુવાકોટ જિલ્લાના સૂર્યા ચૌર-૭માં એક પહાડી સાથે ક્રેશ થયું હતું.

દુર્ઘટનાની માહિતી મળતાં જ અધિકારીઓએ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. નુવાકોટના પોલીસ અધિક્ષક શાંતિરાજ કોઈરાલાએ પુષ્ટિ કરી કે પાંચ મૃતદેહ મળી આવ્યા છે.

સ્થાનિક મીડિયાએ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર કાઠમંડુથી બપોરે ૧ઃ૫૪ વાગ્યે રવાના થયું હતું. સૂર્ય ચૌર પહોંચ્યા પછી, હેલિકોપ્ટરનો અધિકારીઓ સાથે સંપર્ક તૂટી ગયો. હેલિકોપ્ટર ઉડાન ભર્યાની ત્રણ મિનિટ બાદ જ સંપર્ક તૂટી ગયો હતો.

નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, પ્રભુ હેલિકોપ્ટરને દુર્ઘટના બાદ તરત જ દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં ૪ ચીની પ્રવાસીઓ સહિત ૫ લોકો સવાર હતા. સીએનએન અનુસાર, હેલિકોપ્ટરનો ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના ૩ મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

અકસ્માત સ્થળેથી બે પુરૂષો, એક મહિલા અને પાયલટના મૃતદેહ મળી આવ્યા છે. પાયલોટની ઓળખ અરુણ મલ્લ તરીકે થઈ છે.તે જ સમયે, માય રિપબ્લિકના અહેવાલ મુજબ, હજુ સુધી એક શબની ઓળખ થઈ શકી નથી કારણ કે તે એટલી ક્ષતિગ્રસ્ત છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ છે.તમને જણાવી દઈએ કે નેપાળમાં ગયા મહિને ૨૪ જુલાઈના રોજ પણ એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. તે સમયે ૧૮ લોકોના મોત થયા હતા, પ્લેનમાં ૧૯ લોકો સવાર હતા. પ્લેન પોખરા જઈ રહ્યું હતું, ટેક ઓફની એક મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું.

આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. સૂર્યા એરલાઇન્સના વિમાન બોમ્બાર્ડિયર સીઆરજે-૨૦૦ઈઆરએ રનવે ૨ પરથી સવારે ૧૧ઃ૧૧ વાગ્યે ઉડાન ભરી હતી.

ટેકઓફની એક મિનિટમાં જ પ્લેન રનવે ૨૦ની પૂર્વ બાજુએ ખાઈમાં પડી ગયું હતું. પ્લેન રનવેના દક્ષિણ છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું. ટેક ઓફ કર્યા પછી તરત જ પ્લેન પલટી ગયું અને જમીન સાથે અથડાયું. આંખના પલકારાના ઓછા સમયમાં વિમાનમાં આગ લાગી ગઈ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.