Western Times News

Gujarati News

‘રાઝી’ ફેમ એક્ટર અશ્વથ ભટ્ટ ઈસ્તાંબુલ ગયાને લૂંટાયા

મુંબઈ, રાઝી, સીતા રામમ જેવી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા અશ્વથ ભટ્ટ તુર્કીના ઈસ્તાંબુલમાં રજાઓ ગાળવા ગયા હતા.  ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં અશ્વથે જણાવ્યું કે ૪ ઓગસ્ટે તેના પર પાછળથી લૂંટારાઓએ હુમલો કર્યાે હતો. અશ્વથે કહ્યું- હું ગલતા ટાવર તરફ જઈ રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ મારી પાસે આવ્યો. તેના હાથમાં સાંકળ હતી, અને શું થઈ રહ્યું છે તે હું સંપૂર્ણપણે સમજી શકું તે પહેલાં, તેણે મને પીઠ પર માર્યાે.

પાછળ ફરીને જોતાં મને સમજાયું કે તે કદાચ કોઈ ટોળકી હતી જે મારી બેગ છીનવવાનો પ્રયાસ કરી રહી હતી. એક ક્ષણ માટે તો હું વિચારતો રહી ગયો કે આ શું થઈ રહ્યું છે? પરંતુ મને લાગે છે કે તેમને અપેક્ષા નહોતી કે હું વિરોધ કરીશ અને લડીશ. જ્યારે તે મારી બેગ છીનવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે એક કેબ ડ્રાઈવરે અટકાવ્યો અને દરમિયાનગીરી કરી.

લૂંટારાએ તુર્કીમાં કંઈક કહ્યું અને પછી ભાગી ગયો. કેબ ડ્રાઇવરે મારો ઘા જોયો અને તરત જ મને પોલીસ પાસે જવાનું કહ્યું. અશ્વથે વધુમાં જણાવ્યું કે ઘણા લોકોએ તેને ચેતવણી આપી હતી. પરંતુ તે તેને હળવાશથી લેતો હતો. અભિનેતાએ કહ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી ઘટના બની, ખાસ કરીને આવા ટૂરિસ્ટ પ્લેસમાં. લોકોને વારંવાર સલાહ આપવામાં આવે છે કે તેઓ સામેલ ન થાય અને પોલીસને જાણ ન કરે. એ શબ્દો ‘નકામું અફેર’ મને પરેશાન કરે છે.

લોકો મૂવી જુએ છે અને વિચારે છે કે તુર્કીમાં બધું રોમેન્ટિક છે, પરંતુ જો આપણે ગુનાઓની જાણ નહીં કરીએ, તો આ ઘટનાઓ વધશે. બધાએ મને પિકપોકેટ્‌સ વિશે ચેતવણી આપી હતી, પરંતુ આ મારી કલ્પનાની બહાર હતું. હું મધ્ય પૂર્વ, ઇજિપ્ત અને યુરોપના ઘણા ભાગોમાં ગયો છું અને મારી સાથે આવું ક્યારેય બન્યું નથી.

અશ્વથે જણાવ્યું કે જ્યારે તે પેટ્રોલિંગ કારની નજીક પહોંચ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ તેને ટુરિસ્ટ પોલીસને ઘટના વિશે જાણ કરવા કહ્યું અને તેને આગળ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

વિનેશે ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુક્રેનની ઓસાના લિવાચને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણે આઠમી ક્રમાંકિત કુસ્તીબાજને ૭-૫થી હરાવ્યો. જ્યારે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેણે ટોચની ક્રમાંકિત જાપાનની યુઇ સુસાકીને ૩-૨થી હરાવીને મોટો અપસેટ સર્જ્યાે હતો. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો વિનેશ ફોગાટ ફાઇનલમાં આવું જ મજબૂત પ્રદર્શન કરશે તો તે ભારતને આ વર્ષનો પહેલો ગોલ્ડ જીતવામાં મદદ કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.