જિલ્લા હોસ્પિટલો ખાનગી હાથમાં સોંપવા તૈયારી
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશની તમામ જિલ્લા હોસ્પિટલોને ખાનગી હાથમાં સોંપી દેવા માટેની તૈયારી કરી રહી છે. યોજના પાસ થઇ ગયા બાદ ખાનગી વ્યક્તિ અથવા તો સંસ્થા મેડિકલ કોલેજની સ્થાપના અને તેની સાથે સંબંધિત અન્ય બાબતો તેમજ ચલાવવાની જવાબદારી ખાનગી વ્યક્તિ અન સંસ્થાની રહેશે. આ મેડિકલ સેન્ટરથી સેકેન્ડરી હેલ્થકેર સેન્ટરોની સાથે જાડી શકાય છે. આ સેન્ટર પણ ખાનગી વ્યક્તિ અથવા તો સંસ્તા દ્વારા જ નિયંત્રિત કરવામાં આવનાર છે. નીતિ આયોગ દ્વારા પીપીપી મોડલ હેઠળ નવા અને વર્તમાન ખાનગી મેડિકલ કોલેજાથી જિલ્લા હોસ્પિટલોને જાડવાની યોજનાને લઇને ૨૫૦ પેજના દસ્તાવેજા જારી કરવામાં આવ્યા છે. આના માટે હિસ્સો લેનાર શેયરધારકોની પ્રતિક્રિયા મેળવી લેવા માટે તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આ મહિનાના અંત સુધી એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ મુસદ્દા મુજબ યોજના લાગુ કરવામાં આવ્યા બાદ મેડિકલ કોલેજાની ખામી દુર કરવામાં આવનાર છે.