Western Times News

Gujarati News

જેડીયુ બાદ શિવસેના (શિંદે)એ પણ વક્ફ બોર્ડ સંશોધન બિલને સમર્થન આપ્યું

લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ-વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો

કેન્દ્રિય મંત્રી રિજિજુએ બિલને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્પીકરે કહ્યું- હવે સમિતિ બનાવીશું

(એજન્સી)નવી દિલ્હી, સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા વક્ફ એક્ટ ૧૯૯૫માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ ૨૦૨૪ અને મુસ્લિમ વક્ફ એક્ટ ૧૯૨૩ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ ૨૦૨૪ લોકસભામાં રજૂ કરાયું. તેના પર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

કિરેન રિજિજુએ કહ્યું કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે વક્ફમાં સુધારા અંગેનું બિલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીને મોકલી દેવામાં આવે. તેના પર સ્પીકરે કહ્યું કે હાં અમે જલદી જ સમિતિ બનાવીશું. અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ડિવિઝનની માગ કરી હતી. જેની સામે સ્પીકરે કહ્યું કે તેના પર ડિવિઝન કેમ માગો છો? ત્યારબાદ ઓવૈસીએ કહ્યું કે અમે તો શરૂથી ડિવિઝનની માગ કરી રહ્યા છીએ.

કેન્દ્ર સરકાર વતી કિરેન રિજિજુએ કહ્યું કે અમે ભાગીશું નહીં. આ બિલ અહીં પાસ કરી દો. તેના પછી તેમાં જે પણ સ્ક્રૂટિની કરવી હોય અમે તેના માટે તૈયાર છીએ. આ બિલ તમે સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દો. દરેક પક્ષના સભ્યોને એ કમિટીમાં સામેલ કરો, જે પણ સ્ક્રૂટિની કરવી હોય તેના માટે અમે તૈયાર છીએ. આ સાથે કિરેન રિજિજુએ મુસ્લિમ વક્ફ રિપીલ બિલ રજૂ કર્યું હતું.

કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલનો વિરોધ કરતી વખતે વિપક્ષ દ્વારા આપવામાં આવેલી દલીલો ક્યાંય ટકતી નથી. આ બિલમાં બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ જે લોકો વંચિતોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો.

ભારત સરકારને બિલ લાવવાનો અધિકાર છે. વકફમાં સુધારા અંગેના બિલ બ્રિટિશ યુગથી આઝાદી પછી ઘણી વખત રજૂ કરાયા. આ કાયદો સૌપ્રથમ ૧૯૫૪માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આજે અમે જે સુધારો લાવવા જઈ રહ્યા છીએ તે વકફ એક્ટ ૧૯૫૫ છે જેમાં ૨૦૧૩માં સુધારો કરવામાં આવ્યો હતો અને તેમાં એવી જોગવાઈ દાખલ કરવામાં આવી હતી જેના કારણે અમારે આ સુધારો લાવવો પડ્યો છે.

૧૯૫૫ના વકફ સુધારામાં જે પણ જોગવાઈઓ લાવવામાં આવી હતી, લોકોએ તેને જુદી જુદી રીતે જોઈ. જેડીયુ બાદ શિવસેના (શિંદે)એ પણ બિલને સમર્થન આપ્યું છે. શ્રીકાંત શિંદેએ બિલને સમર્થન કરતા કહ્યું કે ‘આ બિલનો વિરોધ કેટલાક લોકો જાતિ, ધર્મના નામ પર કરી રહ્યા છે. આ બિલનો હેતુ પારદર્શિતા અને જવાબદારી છે. વિરોધ પક્ષ બિલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે.’

અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ એકદમ સમજી વિચારેલા કાવતરાં હેઠળ રજૂ કરાયું છે. વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવાનો શું ઉદ્દેશ્ય છે? ઈતિહાસ વાંચો, એક જિલ્લાધિકારી હતા તેમણે શું-શું કર્યું તે આપણે બધા જાણીએ છીએ. લઘુમતીઓના અધિકારો છીનવાઈ રહ્યા છે.

અખિલેશ યાદવે આ દરમિયાન લોકસભા અધ્યક્ષને સંબોધતા કહ્યું કે તમારા પણ અધિકારો છીનવાઈ રહ્યા છે. તેના પર ગૃહમાં બિરાજિત ગૃહમંત્રી અમિત શાહ ભડકી ગયા હતા અને તેમણે અખિલેશ યાદવને કહી દીધું કે તમે ગોળ ગોળ વાતો ના કરશો. તમે અધ્યક્ષના અધિકારોના સંરક્ષક નથી.

કોંગ્રેસે આ બિલ સામે વાંધો ઊઠાવતાં ભારે વિરોધ કર્યો હતો. વિપક્ષ તરફથી કે.સી.વેણુગોપાલે વાંધો ઊઠાવતાં કહ્યું કે આ બિલ બંધારણ દ્વારા આપેલા ધર્મ અને મૂળભૂત અધિકારો પર સીધો હુમલો છે. આ બિલ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. વક્ફ બિલ અંગે દ્ગડ્ઢછના સહયોગી ચિરાગ પાસવાનની પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે.

ચિરાગની પાર્ટીએ કહ્યું કે આ બિલ મુસ્લિમોની વિરુદ્ધ નથી પરંતુ તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલાવું જોઇએ. ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ વક્ફ બિલ અંગે કહ્યું કે લાંબા સમયથી પેન્ડિંગ સમસ્યાનું સમાધાન થઇ રહ્યું છે. વક્ફ બોર્ડના જે લોકો વિરોધ કરી રહ્યા છે આ તેમની ટેવ છે. તે લોકો સમજ્યા વિના સામાજિક અને સમાવેશી સુધારાનો વિરોધ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.