130 કિમી ઝડપે અમદાવાદ-મુંબઈ 20 કોચની વંદે ભારતનું સફળ ટ્રાયલ
અમદાવાદ- સુરત-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલે છે. તેની સરેરાશ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. જે ટ્રેન 5.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. 20 કોચવાળી નવી વંદે ભારત ટ્રેન હવે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેનાથી એક કલાકનો સમય બચશે. Vande Bharat Express train for the first time to have 20 coaches; trial run on Ahmedabad – Mumbai route
અમદાવાદથી મુંબઈ વચ્ચે રેલવે સ્ટેશનો સાથે રેલવે ક્રોસિંગ પર આરપીએફના જવાનોને તહેનાત રાખવામાં આવ્યા છે. જેથી કરીને આકસ્મિક ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.
ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
अहमदाबाद से मुंबई के बीच दौड़ने वाली वंदे भारत ट्रेन का 20 कोच और 130 किलोमीटर की गति के साथ ट्रायल रन
-ट्रेन फिलहाल वडोदरा डिवीजन के मकरपुरा स्टेशन से गुजरती हुई@PatrikaAmd @AshwiniVaishnaw#vandebharattrain #Ahmedabad#mumbai @drmadiwr @DRMBRCWR @WesternRly pic.twitter.com/8e5VuVZE0A
— Uday Patel (@Udaypatel30) August 9, 2024
નવી વંદે ભારત ટ્રેનમાં વધારાના ચાર કોચ એટલે કે 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને શુક્રવારે સવારે 130 કિલોમીટરની ઝડપે દોડાવી ટ્રાયલ રન લેવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પશ્ચિમ રેલવેના ઇજનેરો અને ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું હતું.