Western Times News

Gujarati News

કરણ અદાણીએ જણાવી અદાણી ગ્રુપની ભાવિ યોજનાઓ

અમદાવાદ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રૂપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. તાજેતરમાં કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં અદાણી જૂથ બનાવતા પહેલાના પરિવારના સંઘર્ષો અને પડકારો પણ શેર કર્યા હતા. કરણભાઈ કેવી રીતે પિતા ગૌતમ અદાણીએ બતાવેલા માર્ગે ચાલી રહ્યા છે તે અંગે પણ પ્રકાશ પાડ્‌યો હતો.

અદાણી પોટ્‌ર્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના સીઈઓ કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘કોઈની નજીક હોવાનો અર્થ એ નથી કે તમારું કામ સરળતાથી થઈ જશે કે તમને નવા કામ સરળતાથી મળી જશે. જો તમે કોઈપણ કાર્યને સારી રીતે પાર પાડવાની ક્ષમતા ધરાવો છો, તો તમને ચોક્કસપણે કામ મળશે’. અદાણી પોર્ટસની સાથે તેઓ અદાણી ગ્રુપની સિમેન્ટ કંપનીઓને પણ હેન્ડલ કરી રહ્યા છે.

કરણ અદાણી જણાવે છે કે, ” ૨૦૩૦ સુધીમાં અદાણી જૂથે ઓછામાં ઓછા એક અબજ ટન વોલ્યુમની કંપની બનવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. કારણ કે ભારતનો વેપાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અમે પણ આ વિકાસયાત્રાનો ભાગ બનવા માંગીએ છીએ. અમે ભારતમાં વિશ્વસનીય સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જાળવવા કામ કરી રહ્યા છીએ.

કરણ અદાણી જણાવે છે કે, અલબત્ત, અમુક પોઝિશન્સને કારણે તે અમારા માટે રણનીતિ જરૂરી બની જાય છે. અમે ભારતના મુખ્ય વેપાર માર્ગોને ઓળખીએને ત્યાં પોઝિશન લઈએ છીએ, તે માર્ગો વચ્ચે વેપાર કરીએ છીએ. જો કે તેનો અર્થ એ નથી કે દેશની જીઓ પોલીટીકલ પ્રાથમિકતાઓ ગ્રૂપની પણ પ્રાથમિકતા હોય. આખરે અમે જોખમ કેટલું છે તેને પારખીએ છીએ. ઘણીવાર જોખમ લેવાથી ફાયદો થતો હોય છે. નુકશાન પણ થાય છે, જો કે આ બધુ ચાલતું રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.