Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના બે ડેમોમાંથી પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિગ સ્ટેજ પર

(એજન્સી)નર્મદા, ગુજરાતમાં હાલ વરસાદ થોડો રોકાયેલો છે, પરંતુ છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે.

૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા ડેમમાં પાણીની સપાટી વો‹નગ સ્ટેજ પર પહોંચી છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 3,67,840 ક્યુસેક થતાં જળ સપાટી 130.81 મીટરે પહોંચી છે, જે માત્ર 7.87 મીટર બાકી છે. અંદાજિત બે ત્રણ દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નર્મદામાં 28,464 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો છે.

ઈન્દિરા સાગરનું પાણી સરદાર સરોવરમાં આવતા નર્મદા ડેમની જળસપાટી વધશે

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વો‹નગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ક્યાંય ભારે વરસાદ નહીં પડે.

જોકે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, કચ્છ અને દીવમાં આગામી સાત દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં એવરેજ વરસાદ ૬૮.૯૮ ટકા નોંધાયો છે.

જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો ૭૮.૩૪ ટકા વરસાદ, કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૮૬.૭૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૨.૯૫ ટકા વરસાદ વરસાદ સાથે સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૫૧.૫૧ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૭૩ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.