યુવક દીકરીને લઈ પ્રેમીકા સાથે ભાગ્યોઃ પ્રેમિકાએ દિકરીની હત્યા કરી
પરિણીત પ્રેમીની બે વર્ષની દીકરીની હત્યા કરનાર પ્રેમીકાને આજીવન કેદ
મોરબી, મોરબીમાં એક પરીણીત પુરુષ પોતાની બે વર્ષની દીકરીને લઈને પ્રેમીકા સાથે ભાગી ગયો હતો. એ પછી પુરુષે દીકરીને પ્રેમીકાને સોપી હતી. જો કે પ્રેમીકા એવી મહીલાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ કેસમાં મહીલા આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ થયું હતું. આ મામલે કોર્ટે મહીલા આરોપીની આજીવન કેદની સજાફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે ગત તા.૦ર-૩-ર૦૧૯ના રોજ સુરતના રહેવાસી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહીલાઓ આરોપી પતી ધવલભાઈ માધવલાલ ત્રિવેદી, તેનીપ્રેમીકા રસ્મીબેન દીવ્યેશભાઈ વરીયાવાલા ફરીયાદીના જેઠ સંજયભાઈ ત્રિવેદી અને સસરા માથવલાલ ત્રિવેદી વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.
જેમાં પતી ધવલ ત્રિવેદીએ તેની પ્રેમીકા રશ્મીબેન સાથે દીકીરી યસ્વી ઉ.વ.૦ર વર્ષ ૭ માસ લઈને ભાગી ગયો હતો. જેમને જેઠ અને સસરાએ મદદ કરી હતી. એ પછી મહીલા આરોપી રશ્મીબેને યસ્વીનું મોઢું સોફામાં દબાવી પછાડી દઈને ઈજા કરી મોત નીપજાવ્યું હતું. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે હત્યાની ફરીયાદ નોધી હતી.
જે ગુનામાં તપાસ દરમ્યાન આરોપી ધવલભાઈ ગુનાના બનાવ સ્થળે હાજર નહી હોવાનું અને પોતાની બાંધકામની સાઈટ પર હોવાનું સામે આવ્યું હતું.
જયારે આરોપી સંજય અને માધવલાલ બંને અમદાવાદ સોલા હાઈકોર્ટ ખાતે હોવાનું ફલીત થયું હતું. જેથી ત્રણેય વિરૂધ્ધ સબળ પુરાવો ના હોવાથી ચાર્જશીટ કરવામાં આવી ના હતી.
પોલીસે મહીલા આરોપી રશ્મી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે હત્યા કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો. તમામ યુવાનો અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રશ્મીબેન દીવ્યેશભાઈ વરીયાવાળાને આઈપીસી કલમ ૩૦ર મુજબના ગુનાના કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસનીસજા ફટકારી છે. તેમજ આઈપીસી કલમ ૩ર૩ મુજબના ગુનામાં બે માસની કેદની સજા અને રૂ.૧૦૦૦નો દંડ ફટકાર્યો છે.