Western Times News

Gujarati News

અમેરીકામાં વસતા ગુજરાતીઓને વતન સાથે જોડાયેલા રહેવાની મુખ્યમંત્રીની અપીલ

ફોગા યુએસએનું (FOGA USA- Federation of Gujarati Associations) પહેલું વાઈબ્રન્ટ કન્વેન્શન યુનાઈટેડ ગુજરાતી અમેરીકાના ડલાસમાં યોજાયુંઃ ૩૦૦૦થી વધુ ગુજરાતીઓ જોડાયા

(એજન્સી)આણંદ, અમેરીકાના ડલાસ ખાતે ફોગા અને યુએસએનાં પ્રથમ કન્વેશનને વર્ચ્યુઅલી સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓની આ પહેલને આવકારી અને આવનાર ભવીષ્યમાં ગુજરાત સરકાર તરફથી NRI માટે ધંધાકીય અને સામાજીક વ્યવસ્થા માટે સરકાર સહયોગથી બનશે તેવી ખાત્રી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોગાની પહેલને આવકારી પત્ર દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. United Gujarati Convention 2024, organized by FOGA USA

અમેરીકામાં વસતા તમામ ગુજરાતીઓને એક તાંતણે બાંધી ગુજરાતની ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજીક વિરાસતને ઉજાગર કરવાની નેમ લઈને બીન રાજકીય કાર્યક્રમ સંબોધતાં મુખ્યમંતરીએ વધુમાં અમેરીકામાં વસતા ગુજરાતી અઅને તેમના માદરે વતન સાથે જોડાયેલા રહેવા અપીલ કરી હતી. તેની સાથે ખાસ કરીને યુવા પેઢી પણ ગુજરાત સાથે જોડાઈને ગુજરાતના વિકાસ સાથે પણ સતત જોડતા રહેવા માટે હાકલ કરી હતી.

ગુજરાત સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ અનેઆરઆઈને ગુજરાતમાં આવી રોકાણ કરવા પ્રેરીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત એવું રાજય છે. જયાં રોકાણકારો માટે સરકાર તમામ જાતની સુવિધા અને સરકારી સહયોગ આપે છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે હાલની સરકાર ગુજરાત આવતા ઉધોગો સાહસીકો માટે લાલ ઝાઝમ પાથરીને આવકારી રહી છે.

ગુજરાતમાં આવતા ઉધોગો માટે સલામતી, ચોવીસ કલાક વીજળી અને તમામ જાતની સરકારી પરવાનગીઓ ઝડપથી મેળવી આપે છે. ઈફકોના ચેરમેન દીલીપ સંઘાણીને આજના ગુજરાત વિશે અને દરેક ગુજરારતી વિનંતી કરી કે, તેઓ ત્રણ ફોરેન ટુરીસ્ટને ગુજરાત લાવી પ્રવાસનના વિકાસ માટે સહયોગ આપે.

કન્વેન્શનમાં ખાસ ઉપસ્થિત રહેલ હ્યુસ્ટન ઈન્ડીયન કોન્સુલેટ જનરલ મંજુનાથે ભારતીયોને અમેરીકામાં ટ્રેડ શો થી લઈ ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ માટે જરૂરી તમામ મદદ પુરી પાડવાની ખાત્રી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર દ્વારા ફોગોની આ પહેલને આવકારી અને આવનારા સમયમાં આ સંગઠન અમેરીકામાં અને ભારત માટે એક સેતુ બની એકવીસમી સદીના નવા ભારત માટે ઉપયોગી બની.

વાયબ્રન્ટ ગુજરાતીઓ પોતાના દેશ અને રાજય માટે કંંઈક વિશેષ કરે તો માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીની વર્ચયુઅલ હાજરી જ્ઞાનવત્સલ સ્વામી ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસઈ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઈફકોના ચેરમેન દીલીપભાઈ પુર્વ શિક્ષા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વતી જીગર રાવલ કોન્સ્યુલેટ જનરલ મંજુનાથન સોજીત્રા ના ધારાસભ્ય વીપુલ પટેલ તથા અમેરીકાન કોન્ગ્રેસમેનો એ હાજર રહી પ્રસંગને શોભાવ્યો હતો.

સમગ્ર અમેરીકામાં ગુજરાતી સંગઠનોને ભેગા કરવા છેલ્લા ૩થી વર્‌%થી વધુ અમેરીકાનું ભ્રમણ ફોગાયુએસએના ફાઉન્ડર વાસુદેવ પટેલ પકાજી પટેલ પીવી પટેલે કરી તેમની સાથે તેમની યુવા ફાઉન્ડર ટીમ ના સભ્યો દીવ્યેશ ત્રિપાઠી, ચીરાગ દવે, તથા જૈમીન ઉપાધ્યાય એ ગુજરાતી ભાષામાં આલેખ જગાડી ૧૦૦થી વધારે ગુજરાતી સંગઠનોને એક પ્લેટફોર્મ પર લાવી, ગુજરાતીપણાને ઉજાગર કરતા ફોગાયુસએ ના કન્વેન્શન ર૦ર૪નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરીકા વિવિધ સ્ટેટના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનો તથા કેનેડા,યુકે., અને દુબઈના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા હતા. અને આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે ગુજરાતી ભાષા સામાજીક સેવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ફોગાયુએસએ ના પ્લેટફોર્મ દ્વારશા સહયોગની બન્યા હતા.

આ સાથે જેવા સમાજને અતી ઉપયોગી છે. તેની સાથે ગીતાબેન રબારી જેવા કલાકારોના રમઝટ ગરબા કાજલ ઔઝા વૈધ તથા સૌભીત દેસાઈ એ કાર્યક્રમને આર્કષક બનાયો હતો. ત્રણ હજારથી વધુ ગુજરાતીઓને એક જગ્યાએ એકત્રીત કરી ગુજરાતનું અમેરીકામાં આગવું સ્થાન ઉભુ કરનાર ફોગાયુસએ ના પ્રમુખ વાસુદેવ પટેલ પકાજી પટેલ તથા પ્રકાશ પટેલના સપના સમાન ફોગાયુસેએ આ કન્વેન્શનને તમામ ગુજરાતીઓએ ભેગા મળી સફળ બનાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.