Western Times News

Gujarati News

સ્કુલ વાનની આડમાં ડ્રગ્સની હેરાફેરી, એક ઝડપાયો

ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો રૂપિયા ૬,૨૦,૦૦૦ ની કિંમતનો ૬૨ ગ્રામ જથ્થો મળી આવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશમાં કુલ વાહન ચેકિંગ કરતા તેમાંથી ડ્રગ્સની પડીકીઓ મળી આવતા ૭ લાખ ઉપરના મુદ્દા માલ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લા એસ.ઓ.જી પી.આઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. એસ.ઓ.જી ટીમ દ્વારા જીલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમ્યાન પી.એસ.આઈ એમ.એચ.વાઢેરને મળેલ બાતમીના આધારે રેઈડ કરતા રહાડપોરમાં રહેતા આરોપી પ્રકાશ અંબાલાલ પટેલની સ્કુલ વર્ધીની મારૂતી વાન

ગાડી નંબર જીજે ૧૬ એયુ ૦૩૧૪ માંથી ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો રૂપિયા ૬,૨૦,૦૦૦ ની કિંમતનો ૬૨ ગ્રામ જથ્થો મળી આવતા ગાડી સહિત ૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તપાસ દરમ્યાન ડ્રગ્સની પડીકી બનાવવા માટે ૨૦ જેટલી નાની પેકિંગની કોથળી પણ મળી આવી છે.જેના કારણે છૂટક ડ્રગ વેચાણ કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

પ્રકાશ અંબાલાલ પટેલ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું પણ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. જોકે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો? કેવી રીતે લોકોને પહોંચાડતો હતો કેવી રીતે લોકનો વેચી ને કમાણી કરતો હતો વડોદરા માંથી કોણ તેને ડ્રગ્સનો જથ્થો આપતો હતું તે તમામ માહિતી મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.