ખાડિયામાં કોમર્શિયલ મિલ્કતોના ગેરકાયદેસર વોટર-ડ્રેનેજ જોડાણ દૂર કરવા માંગણી
વોર્ડમાં અપૂરતા અને પ્રદુષિત પાણીની સમસ્યા કાયમી: એક સિવાય બાકીના કોર્પોરેટરો નિષ્ક્રિય
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરનો ખાડિયા વોર્ડ ગેરકાયદેસર બાંધકમો નું હબ બની ગયું છે. અહીંની પોળોના ઐતિહાસિક મકાનો તૂટી તેના સ્થાને કોમર્શિયલ પ્રકારના બાંધકામ થઈ ગયા છે
જેના કારણે પોળના રહીશોને ટ્રાફિક, પાર્કિંગ, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.કોટ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હોવા છતાં ખાડિયા વોર્ડમાં પાણીના અપૂરતા પ્રેશર તેમજ પાણી સપ્લાય ના થવા અંગેની ફરિયાદ કાયમી બની ગઈ છે. જેને ધ્યાનમાં લઈ શ્રેષ્ઠ ખાડિયા અભિયાન નામના સ્થાનિક સંગઠન ઘ્વારા અનઅધિકૃત જોડાણ દૂર કરવા તેમજ વોટર મીટર લગાવવા માટે માંગણી કરવામાં આવી છે.
ખાડિયા વોર્ડના રહેઠાણ ઝોન મા છેલ્લા કેટલાય સમય થી પોળો મા વાણીજય હેતુસર ના સ્થાને બિનઅધિકૃત કોમર્શિયલ મિલ્કતો બની ગઈ છે. આ કોમર્શિયલ મિલ્કતો માં બિનઅધિકૃત રીતે પાણી જોડાણ તેમજ ગટર જોડાણ થાય છે. જેની સંખ્યા મિલ્કત દીઠ એક કરતા વધારે છે.
વાણીજય હેતુસર ની મિલ્કતો મા આવા બિનઅધિકૃત જોડાણો લેનાર લોકો મોટી મોટર થી પાણી ખેચતા હોવાના કારણે પોળોના રહિશો ને પુરતા પ્રેશરથી પાણી મળતુ નથી કેટલીક જગ્યાએ પાણી પહોંચતું જ નથી.
આવા બિનઅધિકૃત વાણીજય હેતુસર ની મિલ્કતો ના માલિકો દ્રારા પાણી જોડાણ ની લાઇનો મા ચકલીઓ નથી હોતી જેથી પાણી નો બગાડ પણ મોટા પાયે થાય છે જેથી સદર જોડાણો ને દુર કરાવવા જોઈએ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર પોલીસી હેઠળ પાણી અંગે ના મીટર લગાવી કોપોરેશન ની આવકમાં વધારો થાય તે મુજબ કાર્યવાહી કરવી જોઈએ, જેથી તે નાણા પ્રજાના હિતમાં વિકાસના કામ માટે ખર્ચ થઈ શકે.
આ ઉપરાંત ખાડિયા વોર્ડના માણેકચોક વિસ્તારમાં અનેક રહેઠાણ વાળી પોળો મા સોના ચાદી ગાળવાની બિનઅધિકૃત ભઠ્ઠી ઓ આવેલી છે. જેનુ એસિડ તથા દુષિત પ્રવાહી ગટર મા જંઇ પાણી ની લાઇનોમાં મીક્ષ થતા નાગરિકો ના ઘરે કેમિકલ દુષિત પાણી સપ્લાય થાય છે. તેથી આવી સોના ચાદી ની ભઠ્ઠીઓ પણ બંધ થવીજોઈએ.
ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટ નાની મોટી પોળોમા ઘરે ધરે જઇ લોકો ને પાણી અંગે નુ મહત્વ સમજાવી તેનો બગાડ ના થાય તે અંગે સમજ આપે છો જે આવનારા સમય અને પેઢી માટે એક મહત્વ નુ પગલુ સાબિત થશે.પણ સાથે સાથે આ કામમાં તમામ કોર્પોરેટર અને સ્થાનિક નેતાઓ સાથ આપે તો ગેરકાયદે બાંધકામ અને કનેક્શન પર નિયંત્રણ આવશે.
આ મુદ્દે આગામી દિવસો મા કામગીરી નહી થાય તો જીપીએમસી એકટ તેમનજપબ્લિક સર્વિસ એકટ ૨૦૧૩ / નાગરિક અધિકાર એકટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ શ્રેષ્ઠ ખાડિયા અભિયાન સાથે સંકળાયેલા લોકોએ આપી છે.