Western Times News

Gujarati News

રાજકોટના રેસકોર્સ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

રાજકોટ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત વિરાટ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત #HarGharTiranga અભિયાનની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો.

Chief Minister Shri Bhupendrabhai Patel today Union Minister Shri J. P. In the presence of Nadda and other dignitaries, Hon’ble Prime Minister Shri Narendrabhai Modi inaugurated the statewide celebration of the #HarGharTiranga campaign by starting the Virat Tiranga Yatra organized at Rajkot. The Chief Minister himself also joined this yatra along with a large crowd to inculcate the consciousness of nationalism among the citizens.

મુખ્યમંત્રીશ્રીએ સ્વયં પણ વિશાળ જનસમુહ સાથે આ યાત્રામાં જોડાઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવની ચેતનાનો સંચાર કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને રાષ્ટ્રભક્તિના આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવાનું આહવાન કરતાં જણાવ્યું કે,

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જન-જનમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમને વધુ મજબૂત કરનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે. આ અવસરે તેમણે દેશને સ્વતંત્રતા અને સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા ભજવનાર ગુજરાતના સપૂત રાષ્ટ્રપિતા ગાંધીજી અને લોહપુરુષ સરદાર પટેલને સ્મરણાંજલિ અર્પણ કરતાં આ અભિયાનને યાદગાર જનઆંદોલન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ

 હજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડારાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી.

કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું હતું કેગુજરાત તપસ્વી સંતો-મહંતોસમાજ સુધારકોસ્વાતંત્ર સેનાનીઓવીરોની ભૂમિ છેજેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરું છું. આ ભૂમિ આપણી આંતરિક ચેતનાને પ્રજ્જવલિત કરે છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કેઆજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ આવે છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતના મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ના ભુલાવી શકાય. ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે.

તેમણે યુવાનોને અપીલ કરી હતી કેઆપણને આઝાદી સરળતાથી નથી મળી. હજ્જારો વીર-શહીદોએ બલિદાનો આપ્યા છે તથા લાખો પરિવારોએ પોતાના સુખ-ચેન ત્યાગીને દિવસ-રાત જોયા વિના મા ભારતીની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. આ મહાનુભાવો અને આઝાદીના સંઘર્ષનો ઈતિહાસ આપણે યાદ રાખવો જોઈએ.

૯મી ઓગસ્ટ ૧૯૪૨ એ મહાત્મા ગાંધીજીએ “અંગ્રેજો હિન્દ છોડો”ની કરેલી હાકલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કેઆ આંદોલન જન-જનનો અવાજ બની ગયું હતું અને અંગ્રેજોને પડકાર આપ્યો હતો. એ પછી અનેક અનેક આંદોલનો ચાલ્યા અને દેશ આઝાદ થયો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કેદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશની આઝાદી માટે અનેક વીર જવાનો શહીદોએ પોતાના બલિદાનો આપ્યા છેઆજે અનેક સુરક્ષા જવાનો બોર્ડર પર ફરજ બજાવીને દેશની સરહદોને સુરક્ષિત રાખે છે. જેના કારણે આપણે શાંતિ અને સલામતીના વાતાવરણમાં જીવીએ છીએ. તો નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય છે કેઆ આઝાદીનો ઉપયોગ કરીને અમૃત કાળમાં ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએએ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે.

તેમણે કહ્યું હતું કેજ્યારે વિશ્વના મોટા દેશોની આર્થિક વ્યવસ્થાઓ કથળી રહી હતી ત્યારેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તિરંગા યાત્રામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે દેશને આગામી ૩૦ વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે સાધેલા વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કેઓટો-મોબાઈલના ક્ષેત્રમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમનો અગ્રણી દેશ બની ગયો છે. તો આજે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ૯૭ ટકા મોબાઈલનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક સમયે સંરક્ષણ સંસાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત દેશ બુલેટ પ્રુફ જેકેટ સહિતના સાધનોનો વિદેશમાં નિકાસ કરતો થઈ ગયો છે. ઉપસ્થિત યુવા પેઢી તથા ભાવિ પેઢીને આહવાન કરતાં તેમણે કહ્યું હતું કેદેશને વિકસિત બનાવવામાં તમારા સૌનું યોગદાન ખૂબ મહત્વનું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને જનઆંદોલન બનાવવા દેશભરમાં “હર ઘર તિરંગા” યાત્રાનો વિચાર અમલમાં મુક્યો છે. દેશના ગૌરવ સમાન તિરંગાની ગરિમાને જાળવી રાખવાના અવસરમાં રાજકોટવાસીઓના અનેરા ઉત્સાહને બિરદાવતા તેમણે કહ્યું કે,”આપણો તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે. વડાપ્રધાનશ્રી દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલા “મેરી માટી મેરા દેશ”, “આઝાદી કા અમૃત મહોત્સવ”, “તિરંગા યાત્રા” સહિતના અભિયાનોએ નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જન-જનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને તે માટે આરંભાયેલું આ મહાઅભિયાન હવે ઘર-ઘર સુધી પહોંચ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પાવન અવસરે સ્વરાજ મેળવવા માટે અગ્રીમ ભૂમિકા ભજવનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક વંદન કરતા ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ દેશને સુરાજ્ય સાથે વિકસિત બનાવવા તરફ સતત આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ યાદગાર પર્વમાં તમામ નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે  સહયોગી બને તેવી શુભેચ્છાઓ આ તકે પાઠવી હતી.

રાજકોટનાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ સંબોધનમાં કહ્યું હતું કેનાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રગટે અને દેશભાવના જાગૃત થાય તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જનસભામાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.

અત્યારે દેશમાં એક પેડ માઁ કે નામ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સૌ મહાનુભાવોનું ફૂલ-છોડના કુંડાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

જનસભા બાદ સૌ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ યાત્રાનું ઠેર ઠેર સંગીતની સુરાવલીઓપરંપરાગત નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂટ પરથી જ્યારે તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો.

 તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કણબી રાસમાંડવીમણીયારો રાસબેડા નૃત્ય,  પાંચાળનો ડોકા રાસનળકાંઠાના પઢારોનો મંજીરા રાસડાંગી નૃત્યઢાલ-તલવાર નૃત્યમિશ્રા રાસરાઠવા નૃત્ય છોટાઉદેપુરમાલધારીઓનો ગોફ રાસ,  ગરબાચોરવાડનું ટિપ્પણી નૃત્યએ રંગત જમાવી હતી.

આ તકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલરાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયાકર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણીસાંસદો સર્વશ્રી પરશોત્તમભાઈ રૂપાલાશ્રી કેસરીદેવસિંહ ઝાલાશ્રી વિનોદભાઈ ચાવડાશ્રી રામભાઈ મોકરીયાધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઇ કાનગડડૉ. દર્શિતાબહેન શાહશ્રી રમેશભાઈ ટીલાળારાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈજિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીપોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાજિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજાશાસક પક્ષના નેતા શ્રીમતી નીલુબહેન જાદવદંડક શ્રી મનીષભાઈ રાડીયાસમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાઅગ્રણીઓ સર્વશ્રી ડૉ. ભરતભાઈ બોઘરાશ્રી મુકેશભાઈ દોશીશ્રી મોહનભાઈ કુંડારિયાશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

તિરંગા યાત્રામાં રાજકોટ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોસામાજિક સેવા સંસ્થાઓવેપારી તથા ઉદ્યોગ સંગઠનોકોલેજ તથા યુનિવર્સિટીના અધ્યાપકો તથા છાત્રો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.