જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે તુલજા એસ્ટેટ પરિવારને આશીર્વાદ આપ્યા
- પશ્ચિમામ્નાય દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીએ તેની દિવ્ય ઉપસ્થિતિ સાથે સમારંભની શોભા વધારી; આશીર્વાદસમારંભ બાદ ગૌદાન કરવામાં આવ્યું
- આશીર્વાદ સમારંભમાં શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે એક વિશેષ આધ્યાત્મિક પ્રવચન પણ આપ્યું હતું જેમાં તેમણે વૈવાહિક બંધનનું સનાતન ધર્મમાં મહત્વ વિશે વાત કરી હતી. –આશીર્વાદ સમારંભ સાથે ફેની વ્યાસ અને વિશ્વમ ત્રિવેદીની સગાઈવિધિ શરૂ થઈ
અમદાવાદ : જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના દિવ્ય આશીર્વાદથી ફેની વ્યાસ અને વિશ્વમ ત્રિવેદીની સગાઈનો આનંદમય પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. રવિવારે સવારે તુલજા હાઉસ ખાતે વ્યાસ અને ત્રિવેદી પરિવાર, તેમના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં આ આશીર્વાદ સમારંભ યોજાયો હતો.
પશ્ચિમામ્નાય દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય તરીકે શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ આદરણીય ફિલસૂફ અને ધર્મશાસ્ત્રી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મુખ્ય પીઠમાંથી એક પીઠનું સંચાલન કરે છે.
હિન્દુ સંસ્કૃતિમાં આશીર્વાદ સમારંભનું ખૂબ મહત્વ છે. તે બે પરિવારોના જોડાણને દર્શાવે છે જેમાં નવવધૂ અને વરરાજાને વડીલો સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવીને આશીર્વાદ આપે છે. આવા શુભ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપનાર જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ હોય તો તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોય! આશીર્વાદ સમારંભમાં શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે એક વિશેષ આધ્યાત્મિક પ્રવચન પણ આપ્યું હતું
જેમાં તેમણે વૈવાહિક બંધનનું સનાતન ધર્મમાં મહત્વ વિશે વાત કરી હતી. ત્યારબાદ ગૌ દાન કરવામાં આવ્યું હતું, જેને સર્વોચ્ચ સંતોષકારક સેવા તરીકે ગણવામાં આવે છે, જે અમૂલ્ય ગણાય છે. કન્યાના માતા-પિતા શ્રી ભાવિન કે વ્યાસ (તુલજા એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ) અને શ્રીમતી બીના વ્યાસ દ્વારા આયોજિત આ સમારંભ બાદ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગિફ્ટ સિટી ક્લબમાં સાંજે સગાઈવિધિનો કાર્યક્રમ યોજાયો હતો.
તુલજા એસ્ટેટ પરિવાર તેમની સંસ્કૃતિ સાથે ગહન રીતે જોડાયેલો છે અને તેથી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. સમયાંતરે આ પરિવારે વિવિધ માધ્યમો દ્વારા સફળતાપૂર્વક પરંપરાઓ અને આધુનિકતા વચ્ચે સંપૂર્ણ સંતુલન સાધ્યું છે. આની પ્રતિતિ એ વાતથી જ થાય છે કે ભૂતકાળમાં તેમના અન્ય બાળકોના વિવિધ શુભ લગ્ન સમારંભો રાજવી મહેલમાં, પવિત્ર ગંગા નદીના કિનારે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ યોજાયા હતા.
હ્રદયથી સાચો ગુજરાતી એવો વ્યાસ પરિવાર હંમેશા તેમના દરેક સમારંભમાં તેમની આગવી શૈલી રજૂ કરે છે.