Western Times News

Gujarati News

સફાઈકર્મીઓ સેફટી વિના ગટરની કુંડી ખોલી કામગીરી કરતા હોવાના વિડીયો વાયરલ

દહેજમાં અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઈમાં ત્રણના મોત બાદ પણ વિભાગોની દેખી અન દેખી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના દહેજ પંથકમાં અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઈ કરવા માટે સફાઈકર્મીઓને સેફટીના સાધનો વિના જ ઉતારતા ગેસ લાગવાથી ગુંગરામણથી ત્રણના મોત બાદ પણ હજુ ભરૂચ જીલ્લાના વિભાગો સફાઈકર્મીઓને સેફટીના સાધનો ન અપાતા હોય તેવા ચોંકાવનાર અહેવાલો સામે આવી રહ્યા છે.ત્યારે આ બાબતે લેબર વિભાગ,સેફટી વિભાગ અને માનવ પંચ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી જરૂર દેખાઈ રહી છે.

ભરૂચ જીલ્લાના દહેજ પંથકમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈકર્મીઓને સેફટીના સાધનો વિના અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઈ માટે ઉતારતા ત્રણ સફાઈકર્મીઓને ગેસ લાગવાથી ગુંગરામણના કારણે મોત થયા હતા.જેમાં પોલીસે ગંભીર પ્રકારનો ગુનો પંચાયતના સરપંચ,તલાટી સહિતનાઓ સામે નોંધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી જવાબદારો ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને સરકારના તમામ વિભાગ હરકતમાં આવી ગયા હતા.

ત્યાર બાદ પણ હજુ અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઈ માટે સેફટી અંગે કોઈ તકેદારી ન રખાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં અંકલેશ્વરના નોટીફાઈડ એરિયા વિસ્તારમાં આવતા પ્રતિન ચોકડી નજીક ચોકઅપ થયેલી અંડર ગ્રાઉન્ડ લાઈનની સફાઈ માટે સફાઈકર્મીઓને મોઢા ઉપર માસ્ક ન હોવા સાથે પગમાં સેફટી બુટ કે હાથમાં ગ્લોઝ વિના જ સફાઈ કરાવતી હોવાની ઘટના સામે આવતા સફાઈકર્મીઓની સુરક્ષા માટે સેફટીના સાધનો ન અપાતા સેફટી વિના સફાઈ કરવા મજબુર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગટરનું ઢાંકણું ખોલવામાં આવે ત્યારે તેમાંથી બહાર નીકળતા ગેસથી કોઈ સફાઈકર્મીનેશ્વાસ લેવામાં તકલીફ પડે અને જીવ ગુમાવી દે અથવા તો ગટરનું ઢાંકણ ખોલતી વેળા કુંડી ઉપરથી પગ લપસી જાય અને અંદર ગળકી જાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ?

જેવા સવાલો વચ્ચે ત્યારે ભરૂચ ઔદ્યોગિક વસાહતના સેફટી ઈન્સ્પેકટર સહિત લેબર વિભાગ આ બાબતે જાગૃત થાય અને સફાઈકર્મીઓની સુરક્ષા માટે ફિલ્ડમાં વિઝીટ અર્થે નીકળે અને આવી કોઈ ઘટના બનતી હોય તો તેને ડામવાના પ્રયાસ કરે તે પણ જરૂરી બન્યું છે જેથી કોઈ નિર્દોષ સફાઈકર્મી જીવ ન ગુમાવી શકે અને જવાબદારો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.