ભરૂચની GNFC નર્મદા વિદ્યાલયનું ધો. ૮ નું યુનિટ ટેસ્ટનું પેપર વિવાદના ઘેરામાં
પ્રથમ યુનિટ ટેસ્ટ ૨૦૨૪-૨૫ માં હિન્દી પરીક્ષાના પેપરમાં પૂછેલા પ્રશ્નોમાં હિન્દૂ સમાજની લાગણી દુભાય હોય તેવા આક્ષેપ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર
(પ્રતિનિધિ) ભરૂચ, શ્રાવણ માસના પ્રારંભે જ ભરૂચની જીએનએફસી નર્મદા વિદ્યાલય માં ધોરણ ૮ નું પરીક્ષાનું યુનિટ ટેસ્ટનું હિન્દીનું પેપર સોશ્યલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બનતા પેપર તૈયાર કરનારે બફાટ કરવા સાથે ધાર્મિક તહેવારો વચ્ચે વિવાદો ઉભા થાય તે પ્રકારના પ્રશ્નો તૈયાર કરી વિદ્યાર્થીઓને પરીક્ષામાં આપતા કેટલાક વાલીઓએ પેપર સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો શ્રાવણ માસમાં ભક્તિભાવથી પૂજા અર્ચના કરી રહ્યા છે.ત્યારે હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવો કિસ્સો સોશ્યલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે.જેમાં ભરૂચની જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં ધોરણ ૮ ના હિન્દી વિષયના પ્રથમ યુનિટ ટેસ્ટ ૨૦૨૪-૨૫ તારીખ ૦૭-૦૮-૨૦૨૪ ના રોજ લેવામાં આવી હતી.જોકે આઅ પેપરમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પેપર જોતા તેમાં કેટલાક વિવાદ ઉભો થાય તેવા શબ્દો સાથે પેપર તૈયાર થયું હોય અને આ પેપર સ્કૂલના શિક્ષકે તૈયાર કર્યું હોય જેથી આ શિક્ષકે પેપરમાં પૂછેલા પ્રશ્નોમાં પોતાની માનસિકતા છતી કરી હોય તેમ સામે આવ્યું છે.વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ પેપર ઘરે લઈને જતા વાલીઓએ પૂછેલા પ્રશ્નો જોતા તેઓ પણ ભડક્યા હતા અને ચોંકી ઉઠયા હતા અને યુનિટ ટેસ્ટનું પેપર સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યું હતું.
જે બાબતનું ધ્યાન પોલીસને દોરવામાં પોલીસે આ બાબતે તાત્કાલિક સ્કૂલ ઉપર પહોંચી પૂછપરછ કરતા સ્કૂલ માંથી જ પેપર તૈયાર કરાયું હોવાનું સામે આવ્યું હતું અને પેપર તૈયાર કરનાર શિક્ષકે માફી પણ મંગાવી પડી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્કૂલમાં જે શિક્ષકે ધોરણ ૮ નું પેપર તૈયાર કર્યું છે તેને શ્રાવણ મહિનામાં જ શું વિવાદ ઉભો કરવા માટે કૃત્ય કર્યું છે? કે પછી અન્ય સ્કૂલને આબ બાબની પ્રેરણા આપવા માટે પેપર તૈયાર કર્યું છે? તે દિશામાં પોલસી તપાસ કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી માનસિકતા ઘરાવનાર શિક્ષક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી માનસિકતા ધરાવનારા અન્ય શિક્ષકોને પણ સાચું શિક્ષણનું ભાન થઈ શકે.જોકે હાલ તો આ સમગ્ર મામલે સોશ્યલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.