Western Times News

Gujarati News

હિંમતનગરમાં NCC દ્વારા કેમ્પનું આયોજન કરાયું

પ્રતિકાત્મક

ઈડર કોલેજના કેડેટ્‌સએ સૌથી વધુ મેડલ મેળવ્યા: ડ્રીલી, વેપન, ડ્રીલ, વેપન ટ્રેનિંગ, મેપ રીડિંગ જેવી તાલીમ મેળવી

ઈડર,  ૩૪ ગુજરાત બટાલીયન એન.સી.સી. હિંમતનગર દ્વારા તા.ર૪.૭.ર૦ર૪ થી તા.ર.૮.ર૦ર૪ દરમિયાન સીએટીસી કેમ્પ ગ્રોમોર ઈÂન્સ્ટટયુટ હિમતનગર મુકામે યોજાયો. આ ૧૦ દિવસીય કેમ્પમાં ઈડર આંજણા પાટીદાર એચ.કે.એમ. આર્ટસ અને પી.એન. પટેલ કોમર્સ કોલેજના ૩૬ ભાઈઓ અને ર૧ બહેનો તથા કેપ્ટન પી.કે. શાહ અને લેફટનન્ટ ચેતના ચૌહાણ સહભાગી બન્યા હતા. himmatnagar gujarat ncc training camp

જેમાં કેડેટસે ડ્રીલ, વેપન ડ્રીલ, વેપન ટ્રેનિંગ, મેપ રીડિંગ ગાર્ડ ઓફ ઓનર જેવી વિવિધ તાલીમ પ્રાપ્ત કરી હતી અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૧૦૦ મીટર દોડમાં ચેનવા અસ્મિતા પ્રથમ, ચૌહાણ આંચલ દ્વિતીય અને પરમાર જોય તૃતીય ક્રમ, નિબંધ સ્પર્ધામાં કાપડિયા પ્રિયાંશી પ્રથમ અને રહેવર દર્શના દ્વિતીય ક્રમ જયારે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મકવાણા સુમિતજી, દ્વિતીય ક્રમ પરમાર બિંદીયા અને તૃતીય ક્રમ સોનગરા ચેતનાએ પ્રાપ્ત કર્યો. કબડ્ડી સ્પર્ધામાં બહેનોની ટીમ ચેÂમ્પયન બની હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબામાં, હરયાણવી ડાન્સમાં વણજારા પીના અને સોંગમાં પંડ્યા ઋÂત્વકે ટ્રોફી મેળવી હતી. આ બધા જ કેડેટ્‌સને કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંજીવકુમાર અને એડમ ઓફિસર કર્નલ અજય ધરણીના હસ્તે મેડલથી સન્માનિત કરાયા હતા. આ કેમ્પમાં ઈડર કોલેજના કેડેટસએ સૌથી વધારે મેડલો પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે જે બદલ સંસ્થાના પ્રમુખ પી.સી. પટેલ, મંત્રી જીતુભાઈ દેસાઈ, પ્રિÂન્સપાલ ડો. એ.એમ. પટેલ, કેપ્ટન પી.કે.શાહ, લેફટનન્ટ ચેતના ચૌહાણ તથા કોલેજ પરિવાર સર્વ કેડેટસને શુભેચ્છાઓ પાઠવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.