Western Times News

Gujarati News

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજવંદન કરાવશે

રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા ખાતે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૪ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

 

કેબિનેટ મંત્રીશ્રીઓ
      ક્રમ મંત્રીશ્રીનું નામ જિલ્લો
૧. શ્રી કનુભાઈ દેસાઈ સુરત
૨. શ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા
૩. શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ
૪. શ્રી બલવંતસિંહ રાજપૂત કચ્છ
૫. શ્રી કુંવરજીભાઈ બાવળીયા અમરેલી
૬. શ્રી મુળુભાઈ બેરા બોટાદ
૭. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા
૮. શ્રીમતી ભાનુબહેન બાબરિયા ગીર સોમનાથ
નાયબ અધ્યક્ષશ્રી (વિધાનસભા)
૦૯. શ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ) પંચમહાલ
રાજ્યમંત્રીશ્રીઓ
૧૦. શ્રી હર્ષ સંઘવી વડોદરા
૧૧. શ્રી જગદીશ વિશ્વકર્મા વલસાડ
૧૨. શ્રી પરષોત્તમભાઈ સોલંકી ભાવનગર
૧૩. શ્રી બચુભાઈ ખાબડ દાહોદ
૧૪. શ્રી મુકેશભાઈ પટેલ તાપી
૧૫. શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા ડાંગ
૧૬. શ્રી ભીખૂસિંહજી પરમાર દેવભૂમિ દ્વારકા
૧૭. શ્રી કુંવરજીભાઈ હળપતિ નવસારી

આ ઉપરાંત આણંદ, પોરબંદર, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર, ગાંધીનગર, નર્મદા અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લામાં કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.