Western Times News

Gujarati News

એમેઝોન 2025 સુધીમાં ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 10,000 EVને કાર્યરત કરવાનું લક્ષ્ય

  • આ ભાગીદારી ભારતમાં એમેઝોનના લાસ્ટ-માઈલ ઈલેક્ટ્રિક ફ્લીટ પ્રોગ્રામને ટેકો આપશે, એમેઝોન ડિલિવરી માટે ડિલિવરી સર્વિસ પાર્ટનર્સ (ડીએસપી)ને વધુ ઝીરો-ટેલપાઈપ એમિશન ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની એક્સેસ પ્રદાન કરશે.
  • છેલ્લા એક દાયકામાં એમેઝોને ભારતમાં 400થી વધુ શહેરોમાં તેની કામગીરીમાં ઇવી ઉમેરવાનું પ્રમાણ વધારવા માટે ઉત્પાદકો, ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર્સ, ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ અને નાની-મોટી ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે સતત કામ કર્યું છે.
  • 2023માં 7,200થી વધુ કાર્યરત ઇવી સાથે, એમેઝોન 2025 સુધીમાં તેના ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 10,000 ઇવીને કાર્યરત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના માર્ગ પર છે.

12 ઓગસ્ટ2024 – એમેઝોન ઈન્ડિયા અને જેન્ટારી ગ્રીન મોબિલિટી બિઝનેસે (જેન્ટારી) આજે ​​ભારતમાં ઝીરો-ટેલપાઈપ એમિશન ડિલિવરી વધારવાના ધ્યેય સાથે વ્યૂહાત્મક ફ્લીટ મેનેજમેન્ટ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી એમેઝોનના લાસ્ટ-માઈલ ઇલેક્ટ્રિક ફ્લીટ પ્રોગ્રામને સ્થાનિક સ્તરે ટેકો આપશે તથા એમેઝોન ડિલિવરી માટે વધુ થ્રી-વ્હીલર ઈવીની ડીએસપીને એક્સેસ આપશે. Amazon partners Gentari to deploy new electric vehicles in India, as part of longstanding commitment to transform and decarbonize its transport network.

છેલ્લા એક દાયકામાં એમેઝોને ભારતમાં 400થી વધુ શહેરોમાં તેની કામગીરીમાં ઇવી અપનાવવાના સ્કેલ માટે ઉત્પાદકો, ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર્સ, ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ અને નાની-મોટી ફાઇનાન્સિંગ કંપનીઓ સાથે સહયોગ કર્યો છે. 2023માં 7,200થી વધુ ઇવીનો ઉપયોગ કરવા સાથે, એમેઝોન 2025 સુધીમાં તેના ભારતમાં ડિલિવરી ફ્લીટમાં 10,000 ઇવી તૈનાત કરવાના તેના લક્ષ્યને હાંસલ કરવાના માર્ગ પર છે.

ભાગીદારીના ભાગરૂપે, જેન્ટારી આગામી ત્રણ વર્ષમાં સેંકડો ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી અને તૈનાત કરવાનું લક્ષ્ય રાખશે. આ ઇવી વ્યૂહાત્મક રીતે ભારતના વિવિધ શહેરોમાં તૈનાત કરવામાં આવશે, અને જેન્ટારી ડીએસપીને વ્યાપક ફ્લીટ મેનેજમેન્ટ સર્વિસીઝ પણ પ્રદાન કરશે, જે ઇવી ફ્લીટની સરળ કામગીરી અને જાળવણીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે, જેનાથી એમેઝોનની ડિલિવરી સેવાઓની વિશ્વસનીયતામાં વધારો થશે.

જેન્ટારી ગ્રીન મોબિલિટી ઈન્ડિયાના સીઈઓ નિખિલ થોમસે જણાવ્યું હતું કે, “અમે એમેઝોન સાથે વધુ ટકાઉ ગતિશીલતા તરફની તેમની સફરમાં હાથ મિલાવીને રોમાંચિત છીએ. આ સહયોગ અત્યાધુનિક ઇવી વાહનોનો ઉપયોગ કરવા અને કામગીરી માટે જેન્ટારીના સમર્પણનું ઉદાહરણ આપે છે. જેમ જેમ અમે વધુ ઇવીનો ઉપયોગ કરવા અને ભારતના નેટ ઝીરો ટાર્ગેટ્સમાં યોગદાન આપવા માટે સાથે મળીને કામ કરીએ છીએ, મને વિશ્વાસ છે કે આ સહયોગ ભારતના પરિવહન ક્ષેત્ર માટે સ્વચ્છ અને ઇલેક્ટ્રિક ભાવિ માટે માર્ગ મોકળો કરશે.”

એમેઝોન ઈન્ડિયાના ઓપરેશન્સના વીપી અભિનવ સિંઘે જણાવ્યું હતું કે, “જેન્ટારી સાથેની અમારી ભાગીદારી ભારતમાં એમેઝોનની ઈ-મોબિલિટી પ્રગતિને વધુ મજબૂત કરશે. અમારો હેતુ અમારા ડિલિવરી સર્વિસ પાર્ટનર્સને યોગ્ય ઇલેક્ટ્રિક વાહનો, એન્ડ-ટુ-એન્ડ વ્હીકલ લાઇફ સાઇકલ મેનેજમેન્ટ સર્વિસીઝ તેમજ ચાર્જિંગ અને પાર્કિંગ સુવિધાઓની એક્સેસ પ્રદાન કરીને સશક્ત બનાવવાનો છે. અમે 2023ના અંતમાં ભારતમાં 7,200થી વધુ ઇવી તૈનાત કર્યા હતા અને અમે 2025 સુધીમાં ભારતમાં 10,000 ઇવી તૈનાત કરવાના અમારા લક્ષ્યને હાંસલ કરવાના ટ્રેક પર છીએ.”

એમેઝોન ઇલેક્ટ્રિક ફ્લીટ પ્રોગ્રામ કંપનીની લાસ્ટ-માઇલ ડિલિવરીને ટેકો આપવા માટે બનાવવામાં આવ્યો છે. ઇવી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે અને એક વખત ચાર્જિંગ કર્યા પછી 100 કિમીથી વધુના અંતરને કવર કરી શકે છે. તે ટેક્નોલોજીથી પણ સજ્જ છે જે વાહનના પ્રદર્શન પર રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે અને ઓપરેશનલ કાર્યક્ષમતાને સમર્થન આપે છે.

આ પ્રોગ્રામ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને ફ્લીટ મેનેજમેન્ટ સર્વિસીઝ સાથે તેમની પોતાની લાસ્ટ માઈલ ડિલિવરી બિઝનેસ ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે સશક્ત બનાવે છે. આ ઉદ્યોગસાહસિકોને નાના વ્યવસાયો બનાવવા અને સમગ્ર ભારતમાં એમેઝોનના ગ્રાહકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવે છે.

 જેન્ટારી ઈન્ડિયાના કન્ટ્રી હેડ નવજીત ગીલે ઉમેર્યું હતું કે, “સ્વચ્છ ઊર્જા સ્ત્રોતો અને વધુ ટકાઉ મોબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંક્રમણ એ વૈશ્વિક પ્રયાસ છે જેની દરેક રાષ્ટ્રીય બજારની બહાર પણ તેની અસર ધરાવે છે. જેન્ટારી ઈન્ડિયા અને તેનાથી આગળ, અમે પર્યાવરણ પરની તેમની અસર ઘટાડવામાં અને તેમના આબોહવા લક્ષ્યો તરફ આગળ વધવા માટે તેમને ટેકો આપવા અમારા વ્યવસાયને સમર્પિત કરીને વ્યવસાયો, ગ્રાહકો અને સરકારને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ ભાગીદારી ઈ-મોબિલિટી સોલ્યુશન્સ પર ભારતના વધતા ધ્યાન સાથે જોડાયેલી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ જેવી સરકારી પહેલો ઇવી અપનાવવા માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવી રહી છે, જે એમેઝોન અને જેન્ટારીની ભાગીદારી જેવા ઉદ્યોગ સહયોગને સમર્થન આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.