ધોળકાના કોઠ, બદરખા, મોટી બારૂ, વાલથેરા, ગીરંદ વગેરે જેવા ગામોમાં તિરંગા યાત્રા નીકળી
અમદાવાદના ધોળકા તાલુકાના વિવિધ ગામોમાં ફરક્યો તિરંગો
ધોળકામાં 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિની લાગણી પ્રદર્શિત કરતાં નગરજનો
78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોળકા તાલુકાના વિવિધ ગામો જેવા કે, કોઠ, બદરખા, મોટી બારૂ, વાલથેરા, ગીરંદ, સહીજ, કરિયાણા, રૂપગઢ અને નેસડા ખાતે તિરંગા યાત્રા નીકળી હતી. ગીરંદ અને સહીજ સહિત અન્ય ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
જ્યારે, અન્ય ગ્રામ પંચાયત અને નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓએ અને ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એકઠા થઈને હર ઘર તિરંગા અંતર્ગત આયોજિત તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.
દેશભક્તિના રંગે રંગાયેલા ધોળકા તાલુકાના નગરજનોએ તિરંગા યાત્રામાં સહભાગી થઈને દેશપ્રેમની લાગણી વ્યથિત કરી હતી.