પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવાં વસ્ત્રોને પ્રમોટ કરીશઃ આહના કુમરા
મુંબઈ, આહના કુમરાએ એક્ટિંગ ઉપરાંત નવા ક્ષેત્રમાં શરૂઆત કરી છે. આહનાએ ફેશનની દુનિયામાં પોતાની ક્લોથિંગ બ્રાન્ડ સાથે પ્રવેશ કર્યાે છે.
આહનાએ પોતાની ખાસ મિત્ર અને મેન્ટર ગઝલ મિશ્રા સાથે નવી બ્રાન્ડ લોન્ચ કરી છે. આહનાનું માનવું છે કે, પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવા કપડાં હોવા જોઈએ અને પોતે આવાં કપડાને જ પ્રમોટ કરવા માગે છે.
નવી શરૂઆત અંગે આહનાએ કહ્યું હતું કે, મુસાફરી માટે વારંવાર બહાર જવું પડતું ત્યારથી જ પોતાની ક્લોથિંગ બ્રાન્ડ શરૂ કરવા વિચાર્યુ હતું. ભારતમાં ઘણી બધી ક્લોથિંગ બ્રાન્ડ સારો રિસ્પોન્સ મેળવતી હતી. તે સમયે મને લાગતું કે, મારી પાસે ક્લોથિંગ બ્રાન્ડ કેમ નથી.
ભારતમાં આપણી પાસે કોટન સરળતાથી ઉપલબ્ધ છે અને કાપડ ઘણું સારું હોય છે. તેથી અઢી વર્ષ પહેલાં આ દિશામાં નક્કર કામ શરૂ કર્યુ હતું. ગઝલ મિશ્રાનાં કલેક્શન પર આહના ફેશન શોમાં ભાગ લઈ ચૂકી છે. જયપુરમાં તે ગઝલના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર જતી હતી.
આ દરમિયાન આહનાએ ટકાઉ અને પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવી ફેશનને પ્રમોટ કરવાનું વિચાર્યું હતું. આ બિઝનેસ શરૂ કરતાં પહેલા આહનાએ જયપુરના યુનિટની સંખ્યાબંધ મુલાકાતો લીધી હતી અને કાપડ બનાવવાની દરેક પ્રક્રિયા સમજી હતી.
આહનાએ નવા સાહસની શરૂઆત કરવાની સાથે તેની સાથે સંકળાયેલી દરેક પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ પણ કર્યાે છે. આહનાએ ઉદ્યોગાસાહસિકતાના પંથે આગળ વધવાની સાથે બોલિવૂડ સુંદરીઓની પરંપરા પણ જાળવી રાખી છે. આહના પહેલાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, ક્રિતિ સેનન સહિત અનેક સ્ટાર્સ ઉદ્યોગ સાહસિકતાનો પરિચય આપી ચૂક્યા છે.SS1MS