કંગાળ પાકિસ્તાન: 74 ટકા લોકો પાસે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે રૂપિયા નથી
(એજન્સી)કરાંચી, આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં લોકો એક ટંક ખાવા માટે તલપાપડ છે. સ્થિતિ એવી છે કે શહેરી વિસ્તારના ૭૪ ટકા લોકો પાસે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે રૂપિયા નથી.
ઘણા લોકોને તેમના જરૂરીયાતના ખર્ચાઓને પહોંચી વળવા માટે ૨-૨ નોકરી કરવાની ફરજ પડે છે. ઘણા લોકોને પૈસા ઉધાર લઈને તેમના ખર્ચાઓ પૂરા કરવા પડે છે. પલ્સ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ ચોંકાવનારી બાબતો સામે આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સર્વે આધારિત અહેવાલ દર્શાવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ હાલમાં નાણાકીય કઠણાઈઓનો સામનો કરી રહ્યું છે.
પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ: સર્વે
પાકિસ્તાનના સર્વે આધારિત સમાચાર રજૂ કરતા અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં જે રીતે મોંઘવારી વધી છે, તે પ્રમાણમાં લોકોની આવક વધી નથી. આ જ કારણ છે કે શહેરના લોકોને ઘણી જરૂરી વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે.
સર્વે અનુસાર, મે ૨૦૨૩માં લગભગ ૬૦ ટકા લોકો માનતા હતા કે તેઓ મોંઘવારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ૨૦૨૪માં આવા લોકોની સંખ્યા ૧૪ ટકા વધીને ૭૪ ટકા થઈ છે.મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં શહેરી લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે ૨ નોકરી કરવી પડે છે