Western Times News

Gujarati News

મુખ્યમંત્રી સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી કાર્યક્રમોની શરૂઆત કરશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.

મુખ્યમંત્રીશ્રી બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪૭૮માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે.  

મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ સંતરામ મંદિરના દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિંદુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેવાના છે.  ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડીયાદમાં આયોજીત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતીમાં નડિયાદમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ શ્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે.

મુખ્યમંત્રીશ્રી ૭૮માં સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ મોડી સાંજે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં ૧૧૮ કરોડ રૂપીયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણઈ-ખાતમૂર્હત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪, ગુરૂવારે, સવારે ૮.૫૮ કલાકે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.