Western Times News

Gujarati News

આંગણવાડીમાં જોવા મળતી સમસ્યાઓનો BMS મોબાઈલ એપ થકી ઝડપી ઉકેલ આવશે

પ્રતિકાત્મક

રાજ્યની આંગણવાડીઓની રજૂઆતોના નિવારણ માટે ICDS દ્વારા બેનીફિશીયરી મેનેજમેન્ટ સિસ્ટમ- BMS મોબાઈલ એપ કાર્યરત

Ø  ICDS ની તમામ યોજનાઓનો લાભ મેળવવા આંગણવાડી કાર્યકરે લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ફક્ત એક જ વખત કરવાનું રહેશે

રાજ્યની આંગણવાડીના બાળકો તથા માતાઓને મળતા તમામ લાભ- સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓના પ્રશ્નો-ફરિયાદના ઝડપી ઉકેલ માટે BMS  મોબાઇલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગાંધીનગરના જાખોરા ગામ ખાતેથી આ એપનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું હતું. 

બાળકો અને માતાઓને ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ આહાર આપી તેમનો સર્વાંગી વિકાસ કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે. જેના પરિણામે આઇ.સી.ડી.એસ. યોજના અંતર્ગત કોમન બેનીફિશીયરી મેનેજમેન્ટ સિસ્ટમ (બી.એમ.સી.) મોબાઈલ એપ બનાવવામાં આવી છે. આ એપના માધ્યમથી આંગણવાડી કક્ષાએ ઉદભવતી સમસ્યાઓ-પ્રશ્નો જેવા કેઆંગણવાડીની મરામત કે બાંધકામમાનદવેતનગ્રાન્ટના પ્રશ્નોઅનાજ જેવી અન્ય જરૂરી સામગ્રી સમયસર ના પહોંચવીજેવી બાબતોનો ઝડપી ઉકેલ લાવી શકાશે.

આ એપમાં ટેક હોમ રાશનહોટ કૂક મીલપૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ અન્ય પૂરક પોષણને લગતી યોજનાઓ માટે લાભાર્થીઓનાં રજીસ્ટ્રેશનઓથેન્ટીકેશન તેમજ વિવિધ સેવાકીય લાભોનાં વિતરણ તેમજ લાસ્ટ માઇલ ટ્રેકિંગ કરવાની સુવિધા પણ વિકસાવવામાં આવી છે.

BMS એપ્લિકેશનમાં આઇ.સી.ડી.એસ.ની તમામ યોજનાઓનો લાભ મેળવવા આંગણવાડી કાર્યકર દ્વારા ફક્ત એક જ વખત લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશેજેથી વારંવાર રજીસ્ટ્રેશન કરવું નહીં પડે. આ એપની એક ખાસીયત તે પણ છે કેતેમાં આંગણવાડી વિસ્તારના લાભાર્થીઓને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આપવા માટે આંગણવાડી કાર્યકર લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરશે ત્યારબાદ તેમની સ્ક્રીન પર જ જે – તે લાભાર્થીને લાગુ પડતી યોજનાઓની વિગતો દર્શાવવામાં આવશે અને લાભાર્થી કઇ કઇ સેવાઓનો લાભ લેવા માંગે છે તેની અનુમતિ લાભાર્થી પાસેથી મેળવવામાં આવશે.

આ ઉપરાંત લાભાર્થીઓનું ડુપ્લિકેશન ના થાય તે માટે આ એપ્લિકેશનને આરોગ્ય વિભાગનાં ટેકો આઈડી તેમજ ભારત સરકારની ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશન સાથે જોડવામાં આવનાર છે. આઇ.સી.ડી.એસ. યોજનાનો લાભ દરેક લાભાર્થીને સરળતાથી મળી રહે તેવા ઉમદા આશયથી ભવિષ્યમાં આ એપને આધાર સાથે પણ લિંક કરવામાં આવશે.

આજનો બાળક કાલે યુવાન બનશે અને યુવાનો દેશનું ભવિષ્ય છે તેમના શિક્ષણપોષણઆરોગ્યની સુવિધાઓ તેમજ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ટેક્નોલોજી આધારિત અનેક નવિન પ્રયાસો હાથ ધરી રહ્યો છેતેનું આ એપ ઉત્તમ ઉદાહરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.