Western Times News

Gujarati News

શેખ હસીનાના રોકાણ સલાહકાર અને બાંગ્લાદેશના પૂર્વ કાયદા મંત્રીની ધરપકડ

ઢાકા, બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વાેચ્ચ સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે ૫ ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને ૪૮ જિલ્લામાં ૨૭૮ સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો.

સર્વાેચ્ચ સંસ્થાએ તેને ‘હિંદુ ધર્મ પર હુમલો’ ગણાવ્યો હતો.ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા. અને એક કલાકમાં જ તેના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો.

બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વાેચ્ચ સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે ૫ ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને ૪૮ જિલ્લામાં ૨૭૮ સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો.

સર્વાેચ્ચ સંસ્થાએ તેને ‘હિંદુ ધર્મ પર હુમલો’ ગણાવ્યો હતો.બાંગ્લાદેશ નેશનલ હિંદુ ગ્રાન્ડ એલાયન્સના સભ્યોએ પણ તાજેતરના દિવસોમાં હુમલામાં થયેલા વધારા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું, ‘આ દેશમાં અમારો પણ અધિકાર છે, અમારો જન્મ અહીં થયો છે.’

વડા પ્રધાન હસીનાએ દેશ છોડ્યા પછી, લઘુમતી હિન્દુ વસ્તીને ઘણા દિવસો સુધી હિંસાનો સામનો કરવો પડ્યો. તેમના ઘરો અને દુકાનો નાશ પામી અથવા બાળી નાખવામાં આવી. તેમની મિલકતો નાશ પામી હતી.નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ૮ ઓગસ્ટના રોજ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

ત્યારબાદ તેઓ પ્રખ્યાત ઢાકેશ્વરી મંદિર ખાતે હિન્દુ સમુદાયના સભ્યોને મળ્યા અને લોકોને તેમની સરકારની ભૂમિકાનું મૂલ્યાંકન કરતા પહેલા ‘ધીરજ રાખવા’ વિનંતી કરી. એલાયન્સના પ્રવક્તા અને કાર્યકારી સચિવ પલાશ કાંતિ ડેએ કહ્યું, ‘બદલાતા રાજકીય પરિદ્રશ્યને કારણે હિંદુ સમુદાય પર તોડફોડ, લૂંટફાટ, આગચંપી, જમીન હડપ કરવાની અને દેશ છોડવાની ધમકીની ઘટનાઓ વારંવાર બની રહી છે.’

ડેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો કે, ‘આ માત્ર વ્યક્તિઓ પર હુમલો નથી, પરંતુ હિંદુ ધર્મ પર હુમલો છે.’ઢાકા ટ્રિબ્યુન અખબારે તેમને ટાંકીને કહ્યું, ‘સોમવાર સુધી ૪૮ જિલ્લામાં ૨૭૮ સ્થળોએ હિંદુ સમુદાય પર હુમલા અને ધમકીઓ આપવામાં આવી છે.

અમે ગૃહ બાબતોના સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈનને અમારી ચિંતાઓ જણાવી છે, જેમણે અમને ખાતરી આપી છે કે આગામી કેબિનેટ બેઠકમાં આ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

ડેએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગઠબંધન છેલ્લા ૨૪ વર્ષાેમાં વિવિધ રાજકીય પક્ષો સમક્ષ તેની માંગણીઓ રજૂ કરે છે, પરંતુ તે પૂર્ણ કરવામાં આવી નથી. તેમણે કહ્યું, ‘હવે અમને આશા છે કે વચગાળાની સરકાર અમારી જૂની માગણીઓ પર ધ્યાન આપશે. આ સિવાય અમે અમારા વિદ્યાર્થીઓના નેતૃત્વમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનને સમર્થન આપીએ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.