Western Times News

Gujarati News

પીપાવાવ બંદરેથી 1,600 થી વધુ ફ્રૉન્ક્સનું Make in India અંતર્ગત પ્રથમ કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું

  • મારુતિ સુઝુકીએ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનેલીફ્રૉન્ક્સની જાપાનમાં નિકાસ શરૂ કરી
  • ફ્રૉન્ક્સ (FRONX) મારુતિ સુઝુકીની જાપાનમાં નિકાસ થનારી પ્રથમ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ SUV તરીકે ચિહ્નિત થાય છે

નવી દિલ્હી/પીપાવાવ, 13 ઓગસ્ટ 2024: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદન કરતી કંપનીએ તેની ‘મેડ-ઈન-ઈન્ડિયા’ SUV ફ્રૉન્ક્સ (Fronx) ની જાપાનમાં નિકાસ શરૂ કરી છે. ફ્રૉન્ક્સ (FRONX) જાપાનમાં લોન્ચ થનાર મારુતિ સુઝુકીની પ્રથમ SUV હશે. Maruti Suzuki commences export of its award-winning SUV Fronx to Japan, a tribute to ‘Make in India’ initiative

આ લેન્ડમાર્ક સીમાચિહ્નરૂપ ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલની ભાવનાને ઉજવે છે અને રાષ્ટ્રીય ગૌરવનો પડઘો પાડે છે. ફ્રૉન્ક્સ (Fronx) ફક્ત મારુતિ સુઝુકીના અત્યાધુનિક ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદિત થાય છે. 1,600 થી વધુ વાહનોનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગુજરાતના પીપાવાવ બંદરેથી જાપાન માટે રવાના થયું હતું. 

2016 માં બલેનો પછી પુરસ્કાર વિજેતા ફ્રૉન્ક્સ (Fronx) મારુતિ સુઝુકીનું બીજું મોડલ છે જે જાપાનમાં નિકાસ કરવામાં આવ્યું. ફ્રૉન્ક્સ (Fronx)ને 2024 ની શરદઋતુમાં મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા જાપાનમાં લોન્ચ કરવાની યોજના છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ ભારતીય ઉત્પાદન ઉદ્યોગની વધતી જતી તાકાત અને વૈશ્વિક પહોંચનું પ્રતીક છે. 

આ ઉપલબ્ધિ પર બોલતાં, શ્રી હિસાશી તાકેઉચી, MD અને CEO, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ એ કહ્યુ, “મને જણાવતાં ગર્વ થાય છે કે  અમારી ‘મેડ-ઇન-ઇન્ડિયા’ ફ્રોન્ક્સ ટૂંક સમયમાં જ જાપાનના રસ્તાઓ પર જોવા મળશે. જાપાન વિશ્વના સૌથી વધુ ગુણવત્તા સચેત અને અદ્યતન ઓટોમોબાઈલ બજારોમાંથી એક છે. જાપાનમાં અમારી નિકાસએ મારુતિ સુઝુકીની અત્યાધુનિક ટેક્નોલોજી, અસાધારણ કામગીરી, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સલામતી અને ગુણવત્તાના ધોરણોનું ઉદાહરણ આપતા વિશ્વ કક્ષાના વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા નો પુરાવો છે. આ શ્રેષ્ઠતા માટે અમારી મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ફ્રોન્ક્સમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ, ડિઝાઇનની સુંદરતાનો સમાવેશ છે અને તે ભારતીય ઓટો મેન્યુફેક્ચરિંગ શ્રેષ્ઠતાનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે જાપાની ગ્રાહકો દ્વારા તેને સારી રીતે આવકારવામાં આવશે.”

નિકાસ પ્રદર્શન મારુતિ સુઝુકી, ભારતની નંબર વન પેસેન્જર વ્હીકલ નિકાસકાર* એ FY 2023-24 માં 100 થી વધુ દેશોમાં 2.8 લાખ વાહનોની નિકાસ કરી છે. કંપનીનો દેશમાંથી પેસેન્જર વાહનોની નિકાસમાં 42% હિસ્સો છે. મારુતિ સુઝુકીએ FY 2024-25 ના Q1 માં રેકોર્ડ 70,560 વાહનોની નિકાસ કરી છે, જે કંપનીના કોઈપણ Q1 માં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. 

ફ્રૉન્ક્સ (FRONX) વિશે ઓટો એક્સ્પો 2023માં વૈશ્વિક સ્તરે અનાવરણ કરાયેલ, ફ્રૉનોક્સ ભારતમાં 24મી એપ્રિલ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. ફ્રોન્ક્સ તેની આધુનિક SUV ડિઝાઇન, ઉત્સાહી પર્ફોમન્સ અને ટેકનોલોજીથી ભરપૂર પ્રીમિયમ વ્યક્તિત્વ સાથે અલગ છે. આ SUV એ ભારતીય ઉપભોક્તાઓને આકર્ષિત કર્યા છે અને લોન્ચ થયાના 10 મહિનામાં સૌથી ઝડપી 1 લાખનું વેચાણ કરનાર દેશનું પ્રથમ મોડેલ બન્યું છે. જુલાઈ 2023 માં, કંપનીએ લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ અને આફ્રિકા જેવા સ્થળોએ ફ્રૉન્કસ ની નિકાસ શરૂ કરી. લૉન્ચ થયા પછી એકંદરે, ફ્રૉન્કસ એ સ્થાનિક અને નિકાસ બજારોમાં કુલ 2 લાખ વાહનોનું વેચાણ નોંધાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.