Western Times News

Gujarati News

મેડિકલ કોલેજ, હોસ્ટેલ અને ક્વાર્ટસમાં સલામતી માટે નીતિ તૈયાર કરોઃ નેશનલ મેડિકલ કમીશન

અમદાવાદ, દેશની તમામ મેડિકલ કોલેજોને હોસ્પિટલ અને કોલેજમાં ફરજ બજાવતાં કર્મચારીઓની સલામતી માટે ખાસ પોલીસી તૈયાર કરવા નેશનલ મેડિકલ કમીશન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. દરેક સંવેદનશીલ એરિયામાં ફરજિયાત સીસી ટીવી કેમેરા લગાવીને મોનિટરિંગ કરવા ઉપરાંત કોઇપણ પ્રકારની ઘટના બને તેના ૪૮ કલાકમાં કમીશનને જાણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

બેંગ્લોર-કલકત્તામાં તાજેતરમાં રેસીડેન્ટ ડોક્ટર રેપ અને મર્ડરની ઘટના બહાર આવતાં હાલમાં તમામ મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ,પ્રોફેસર સહિત તમામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દરેક મેડિકલ કોલેજમાં આ ઘટનાની વિરોધમાં દેખાવો કરીને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે હવે નેશનલ મેડિકલ કમીશન પણ હરકતમાં આવી ગયું છે.

કમીશન દ્વારા દરેક રાજયના મેડિકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ, સેક્રેટરીને પરિપત્ર મોકલીને એવી સૂચના આપવામાં આવી છે કે, મેડિકલ કોલેજમાં ફરજ બજાવતાં ફેકલ્ટી, મેડિકલ સ્ટુડન્ટસ અને રેસીડેન્ટ ડોક્ટર સહિત તમામ માટે એક સલામત વર્ક પોલીસી તૈયાર કરવામાં આવે તે જરૂરી છે.

આ પોલીસીમાં ઓપીડી, વોર્ડ, કેસ્યુલીટી, હોસ્ટેલ અને કેમ્પસના તમામ ખુલ્લા વિસ્તારો અને કવાર્ટસનો પણ સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે અને ખાસ કરીને સાંજના સમયે કેમ્પસ અને હોસ્ટેલ કે હોસ્પિટલ વચ્ચે ડોક્ટરો અને વિદ્યાર્થીઓ સરળતાંથી આવન-જાવન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે.

એટલું જ નહી એકથી બીજા સંવેદનશીલ વિસ્તારોમા સીસી ટીવી સાથે મોનિટરિંગ કરવામાં આવે તે પણ જરૂરી છે. આ ઉપરાંત ઓપીડી, વોર્ડ, કેસ્યુલીટી, લેબર રૂમ, હોસ્ટેલ અને રેસીડેન્ટ કવાટર્સ ઉપરાંત મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં વધારાની મેલ અને ફીમેલ સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

આ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થી સાથે કોપિણ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિ થાય તો કોલેજ મેનેજમેન્ટ દ્વારા તાકીદે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ પ્રકારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી પગલા લઇને ૪૮ દિવસમાં મેડિકલ કમીશનને રીપોર્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.