શાહરૂખ પહેલી વખત બંને દિકરા આર્યન – અબ્રામ સાથે કામ કરશે
મુંબઈ, શાહરૂખ ખાન ‘કિંગ’માં દિકરી સુહાના સાથે કામ કરવાનો હોવાનું જાહેર થયું હતું. હવે શાહરૂખ વધુ એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જેમાં તે પહેલી વખત તેના બંને દિકરા આર્યન અને અબ્રામ સાથે કામ કરવાનો છે.
શાહરૂખ ‘મુફાસા – ધ લાયન કિંગ’માં લાયન કિંગના પાત્ર માટે અવાજ આપવાનો છે. સાથે આર્યન અને અબ્રામ પણ આ ફિલ્મ માટે અવાજ આપવાના છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનાથી તેમના ફૅન્સ ઘણા ઉત્સાહમાં છે. કારણ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અબ્રામનું ડેબ્યુ પણ છે.
શાહરૂખે આ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી,“આ ડિઝની સાથે મારું ખાસ કોલબરેશન છે, ખાસ કરીને મારા બંને દિકરાઓને કારણે, આર્યન અને અબ્રામ પણ આ સફરનો એક ભાગ છે અને તેમની સાથે આ સુંદર અનુભવમાં સહભાગી થવું એ ખરેખર અતિશય અર્થપૂર્ણ અહેસાસ છે.”
૨૦૧૯માં લાઇવ એક્શન ફિલ્મ ‘ધ લાયન કિંગ’ પછી શાહરૂખ ખાન હવે મુફાસા તરીકે પાછો ફરશે, જે મૂળ જંગલ કિંગની જ વાર્તા છે. તેમાં આર્યન ખાન સિમ્બા અને અબ્રામ નાના મુફાસા માટે અવાજ આપશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર આવી ચૂક્યું છે.
૧૨ ઓગસ્ટે ડીઝનીએ ઇન્સ્ટાગ્રામ પર આ ટ્રેલર લોંચ કર્યું હતું, જેમાં શાહરૂખ, આર્યન અને અબ્રામનો અવાજ પણ સાંભળવા મળ્યો હતો. આ એક સાચી મિત્રતાની કથા છે, જેમાં રફિકિ મુફાસા કઈ રીતે જંગલનો રાજા બન્યો તેની વાર્તા રજૂ કરે છે.
આ ફિલ્મ નાનકડાં અને અનાથ બચ્ચાં મુફાસાની વાત કરે છે, જે આગળ જઈને અન્ય પ્રાણીઓને સાથે લઇને એક દયાળુ અને રાજવી રાજા બને છે. શાહરૂખે મુફાસા સાથે પોતાના જોડાણ અંગેની નોંધમાં કહ્યું હતું કે મુફાસા જંગલનો જાણીતો અને લોકપ્રિય રાજા છે, જે પોતાના પુત્ર, સિમ્બાને વારસામાં ડ્હાપણ આપે છે.
શાહરૂખ એક પિતા તરીકે મુફાસાના પાત્ર સાથે અંગત જોડાણ અનુભવે છે અને મુફાસાની વાર્તા તેને પોતાની વાર્તા જેવી લાગે છે. ‘મુફાસાઃ ધ લાયન કિંગ’માં મુફાસા કઇ રીતે એક અનાથ સિંહબાળમાંથી એક મહાન રાજા બન્યો તેની વાર્તા છે.
પોતાના બંને દિકરાઓ સાથે આ પિતા પુત્રની વાર્તા પર કામ કરવાનો અનુભવ શાહરૂખ માટે ખાસ છે. ડિઝની સ્ટારના સ્ટુડિયો હેડ બિક્રમ દુગ્ગલે આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મુફાસા માત્ર એક કાર્ટૂન કેરેક્ટર નથી પરંતુ તે પેઢીઓથી અનેક લોકોને પ્રેરિત કરતું એક પાત્ર છે. ત્યારે ડિઝની દરેક કથા દ્વારા તેના દર્શકો સુધી આ પ્રકારના મૂલ્યો પહોંચાડવામાં માને છે.
બિક્રમ દુગ્ગલે જણાવ્યું કે અમે આ ફિલ્મની જાહેરાત કરી ત્યારથી અમે આ પાત્રોમાં શાહરૂખ અને આર્યન સિવાય અન્ય કોઈ નામની કલ્પના પણ કરી નહોતી, તાં હવે અબ્રામ જોડાવાથી આ ફિલ્મ અમારા માટે પણ ખાસ બની ગઈ છે.
આ એક એવા પરિવારની વાત છે, જે ભારતનો દરેક પરિવાર એકસાથે બેસીને માણે છે. ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ બૅરી જેન્કિન્સ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી એવી ફિલ્મ છે, જેમાં લાઇવ એક્શન અને ટેન્કિક સાથે ગ્રાફિક્સના ઉપયોગથી નવા અને જૂના બંને પાત્રોને એક સાથે લવાયા છે. આ ફિલ્મમાં પણ લાયન કિંગના લિન મેન્યુએલના ઓરિજિનલ સોંગને લેવાયું છે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરે ઇંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.SS1MS