Western Times News

Gujarati News

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડે સેબીમાં DRHP ફાઇલ કર્યું

પ્રતિકાત્મક

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” અથવા “કંપની”) એ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”)માં ફાઇલ કર્યું છે.

કંપની એક બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી”) ટેક્નોલોજી-સક્ષમ કંપની છે જે કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા અને ડિજિટાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એક કાર્યક્ષમ એન્ડ-ટુ-એન્ડ પ્રોક્યોરમેન્ટ અનુભવ પ્રદાન કરે છે.

કંપની પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓ થકી રૂ. 6,000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે (કુલ ઇશ્યૂ સાઇઝ). કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 6,000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (ફ્રેશ ઇશ્યૂ).

કંપની ઇશ્યૂથી મળનારી કુલ રકમનો આ પ્રમાણે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે (1) અંદાજે રૂ. 2,046 મિલિયન (રૂ. 204.60 કરોડ) જેટલી કંપની દ્વારા મેળવેલ ચોક્કસ બાકી ઋણની સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી/પૂર્વચુકવણી માટે (2) લગભગ રૂ. 1,770 મિલિયન (રૂ. 177 કરોડ) જેટલી રકમ કંપનીની કાર્યકારી મૂડીની આવશ્યકતાઓને ફંડ પૂરું પાડવા (3) અંદાજે રૂ. 480 મિલિયન (રૂ. 48 કરોડ)ની રકમ તેની પેટાકંપની,

બિલ્ડમેક્સ-ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ (બિલ્ડમેક્સ)માં રોકાણતેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે (4) અંદાજે રૂ. 204 મિલિયન (રૂ. 20.40 કરોડ)ની રકમ  તેની પેટાકંપની, એરિસયુનિટર્ન રિ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (અગાઉની એરિસયુનિટર્ન પ્રાઇવેટ લિમિટેડ)ના હાલના શેરધારકો પાસેથી આંશિક શેરહોલ્ડિંગની ખરીદી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને અજાણ્યા ઇનઓર્ગેનિક હસ્તાંતરણ માટે ખર્ચ કરવાની યોજના છે. (ઇશ્યૂના હેતુઓ)

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડઆઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઇઝ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.