Western Times News

Gujarati News

હુમલાનું ષડયંત્ર રચી રહેલો ખુંખાર આતંકી શ્રીનગરથી ઝડપાયો

શ્રીનગર, શ્રીનગર પોલીસે સુરક્ષાદળોની સાથે એક જોઇન્ટ ઓપરેશનમાં શુક્રવારે મોડી રાતે લશ્કરનાં કથિત આતંકીની ધરપકડ કરી છે. પોલીસ પ્રમાણે, આ આતંકી શ્રીનગરમાં તૈનાત સુરક્ષાદળો પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. ઝડપાયેલ આતંકી પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળો મળ્યો છે. આ ઝડપાયેલા દારૂગોળાથી અંદાજો લગાવી શકાય છે કે આતંકી કોઇ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો.

ઝડપાયેલ આતંકીની ઓળખ ૨૩ વર્ષનાં નિસાર એહમદ ડાર તરીકે થઇ છે. આતંકી નિસાર હાજીનનાં વહાબ પર્રેનો રહેવાસી છે. તે છેલ્લા ઘણાં સમયથી આતંકીઓની મદદ કરી રહ્યો હતો. તે આતંકીઓને હથિયાર પણ પહોંચાડતો હતો. આતંકી નિસારની સામે ૨૦૧૭થી લઇને ૨૦૧૯ સુધી આઠ એફઆઈઆર નોંધાયેલી છે. જાણકારી પ્રમાણે, આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબાનાં સ્થાનિક આતંકી મોહમ્મ્દ સલીમ પર્રેથી નિસારનાં નજીકોનો સંબંધી છે. ઉત્તરીય કાશ્મીરમાં જ્યારે ભારતીય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામળ થઇ હતી. તે સમયે નિસાર ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો. પોલીસ ઝડપાયેલ આતંકીઓ સાથે પૂછપરછ કરી રહી છે. જમ્મુ કાશ્મીરનાં ગાંદરબળ જિલ્લામાંથી બે દિવસ પહેલા જ લશ્કર- એ-તૌયબાએ એક ભૂમિગત કાર્યકર્તાની ધરપકડ કરી હતી. જાણકારી પ્રમાણે ગુંડ નિવાસી રઇસ એહમદ લોન (૨૨) મોબાઇલ સિમ કાર્ડનો ઘંઘો કરતો હતો. તેણે જિલ્લામાં સક્રિય લશ્કરનાં આતંકવાદીઓને ઘણાં કાર્ડ આપ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.