Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મનો ( રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી) એવોર્ડ મળ્યો છે.  70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંતર્ગત ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને  Gujarati film Kutch Express રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તેમજ નિક્કી જોશીને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર કેટેગરીમાં એવોર્ડની જાહેરાત થઈ છે.

આ અંગે મુખ્યમંત્રીએ એક્સ પર ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, એવોર્ડ વિજેતાઓને હાર્દિક અભિનંદન. ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. વિચારપ્રેરક કથાનક અને દમદાર અભિનય ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતું રહે એ જ અભ્યર્થના.

આ પણ વાંચો

ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી…?? જાણો 31મી મે એ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ સિનેમાની દુનિયાનું સૌથી મોટું સન્માન છે. આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. રિષભ શેટ્ટીને ફિલ્મ ‘કાંતારા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. નિત્યા મેનન અને માનસી પારેખે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. આ સિવાય ગુજરાતને ફાળે કોસ્ચ્યુમ ડિઝાઈનર એવોર્ડ પણ મળ્યો છે.

આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. રિષભ શેટ્ટીને ફિલ્મ ‘કાંતારા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. નિત્યા મેનેને તમિલ સિનેમા ‘તિરુચિત્રામ્બલમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને માનસી પારેખે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે. મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોરની ફિલ્મ ‘ગુલમોહર’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

2022-2023માં રીલિઝ થયેલી ફિલ્મોને 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવી છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’ 2022માં અને માનસી પારેખની ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 2023માં રીલિઝ થઈ હતી. ‘કાર્તિકેય 2’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. હરિયાણવી ફિલ્મ ‘ફૌજા’ને બેસ્ટ લિરિક્સનો એવોર્ડ એનાયત કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.