શીરડીના સુપ્રસિધ્ધ સાંઈબાબા મંદિરને 11 દિવસમાં 16 કરોડનુ દાન
મુંબઇ, શીરડીના સાંઈ બાબાના મંદિરમાં રોજ હજારો ભાવિકો દર્શન કરે છે.કરોડો લોકોને સાંઈબાબા પર અતૂટ શ્રધ્ધા છે. ભાવિકો આ મંદિરમાં દાન પણ એટલુ જ કરે છે અને તેના કારણે સાંઈ મંદિર ભારતના સૌથી ધનિક મંદિરો પૈકીનુ એક ગણાય છે.નાતાલ અને નવા વર્ષની રજાઓ દરમિયાન 11 દિવસમાં ભાવિકોએ આ મંદિરમાં 16 કરોડ રુપિયાની ભેટ ચઢાવી છે. મંદિરના અધિકારીઓના કહેવા પ્રમાણે 2019માં કુલ 292 કરોડ રુપિયાનુ દાન મંદિરને મળ્યુ હતુ.મંદિર વતી 2300 કરોડ રુપિયા વિવિધ બેન્કોમાં મુકવામાં આવ્યા છે.છેલ્લા 11 દિવસમાં ભાવિકોએ 12 કિલો સોનુ અને 17 કિલો ચાંદી પણ અર્પણ કર્યા છે.