Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના રૂ.1003 કરોડ કરતા વધુ રકમના કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ (પૂર્વ-પશ્ચિમ) અને ગાંધીનગર લોકસભાના કામોનું ઈ-લોકાર્પણ કરશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે અંદાજે ૪ થી પ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી પ્રજાલક્ષી વિકાસના કામો કરવામાં આવે છે. જેમાં બ્રીજ, રોડ, બગીચા, પાણીની ટાંકીઓ વગેરેનો સમાવેશ થાય છે.

જેના સમયાંતરે ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવામાં આવતા હોય છે. લોકસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના કામના ખાતમુહુર્ત/ લોકાર્પણ કરવામાં આવ્યા છે. હવે આગામી ૧૮મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ.1003 કરોડ કરતા પણ વધુ રકમના ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભામાં થયેલ કામોના લોકાર્પણ થશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ.૩ર૮.પ૩ કરોડના કામ મંજુર કરવામાં આવ્યા છે જે પૈકી ૩૧૮.૪૬ કરોડના કામ પૂર્ણ થઈ ચુકયા છે.

જેના ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જયારે ૧૦.૦૭ કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં લોકાર્પણ કરવામાં આવનાર કામોમાં સૌથી મુખ્ય કામ વેજલપુર વિધાનસભામાં રૂ.ર૭૧.૯પ કરોડના ખર્ચથી પીપળજ ખાતે તૈયાર થયેલ ૧૮૦ મેટ્રીક ટન ક્ષમતાનો હોટમીક્ષ પ્લાન્ટ રહેશે. આ ઉપરાંત વેજલપુરમાં જ રૂ.૬.૧ર કરોડના ખર્ચથી તૈયાર થયેલ અર્બન હેલ્થ સેન્ટર અને ઘાટલોડિયામાં પીપીપી ધોરણે રૂ.૯ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ ઓÂક્સજન પાર્કનો સમાવેશ થાય છે.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં રૂ.૩૧૮.૭૩ કરોડના કામ મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકી રૂ.ર૬૯.પ૩ કરોડના કામ પૂર્ણ થઈ ગયા છે જેના લોકાર્પણ થશે. જયારે બે કામના ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાં રૂ.૭ર.૩૧ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ઘોડાસર ફલાય ઓવરબ્રીજ, અસારવા વિધાનસભામાં રૂ.પર.૯૯ કરોડના ખર્ચથી કાર્યરત થયેલ રપ એમએલડી એસટીપી, મણિનગર વિધાનસભામાં રૂ.રર.પપ કરોડથી તૈયાર થયેલ ઉમંગનું નવુ વો.ડી સ્ટેશન, અમદાવાદ પૂર્વમાં નરોડા વિધાનસભામાં રૂ.ર૪.૩૭ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ૭ એમએલડી એસટીપી, બાપુનગર વિધાનસભામાં રૂ.૬.૧૭ કરોડના ખર્ચથી અસારવા હાઉસીંગમાં તૈયાર થયેલ વો.ડી. સ્ટેશન, વટવામાં રૂ.ર૪.ર૪ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ટી.પી ૧૦પનું વો.ડી. સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમમાં રૂ.૪૪.પપ કરોડના ખર્ચથી પાલડી વોર્ડમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું રીસ્ટોરેશન તથા રી ડેવલોપમેન્ટનું કામ મુખ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.