Western Times News

Gujarati News

PM મોદીએ ઓલિમ્પિકથી પરત ફરેલા ખેલાડીઓ સાથે વાતચીત કરી

(એજન્સી)નવી દિલ્હી, ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ દરમિયાન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે એક સિલ્વર સાથે પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

કુલ ૧૧૭ ભારતીય એÂથ્લટસ પેરિસ ઓલિમ્પિકમાં ગયા હતા, તેઓ દેશમાં પરત ફર્યા બાદ ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળ્યા હતા અને તેમના અનુભવો વિશે જાણ્યું હતું. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને કહ્યું કે, તમે દેશનો ઝંડો ઊંચો લહેરાવીને આવ્યા છો અને આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે પાછળ રહી ગયા છીએ, પરંતુ આપણે ઘણું શીખીને પાછા આવ્યા છીએ તેમ વિચારવું જોઈએ.

એÂથ્લટસ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ તેમને પૂછ્યું કે, “તમે મેદાન પર શું કર્યું તે આખી દુનિયાએ જોયું, પરંતુ તે સિવાય તમે શું કર્યું?” આ અંગે પેરિસ ઓલિમ્પિકમાં પોતાની રમતથી બધાને પ્રભાવિત કરનાર સ્ટાર યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કહ્યું કે, મારી ટૂર્નામેન્ટ ઘણી લાંબી હતી અને મારું મોટાભાગનું ધ્યાન મારી મેચો પર હતું. જ્યારે પણ અમને સમય મળતો ત્યારે અમે બધા સાથે ડિનર પર જતા હતા અને અમે ત્યાં ઘણા ખેલાડીઓને પણ મળ્યા હતા અને અમે તેમની પાસેથી ઘણું શીખ્યા જે અમારા માટે મોટી વાત છે. ત્યાંના વાતાવરણમાંથી મને ઘણું શીખવા મળ્યું કારણ કે આ મારી પ્રથમ ઓલિમ્પિક પણ હતી.

ભારતીય હોકી ટીમના અનુભવી ગોલકીપર ઁઇ શ્રીજેશે પણ પેરિસ ઓલિમ્પિકના અંત સાથે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે પીએમ મોદીએ તેમને નિવૃત્તિના નિર્ણય વિશે પૂછ્યું તો શ્રીજેશે કહ્યું કે, હું છેલ્લા કેટલાક સમયથી તેના વિશે વિચારી રહ્યો હતો. મને એવું લાગ્યું કે હું ૨૦૦૨માં પહેલીવાર કેમ્પમાં ગયો હતો અને અત્યાર સુધી રમી રહ્યો છું.

આવી સ્થિતિમાં, મેં આ ૨૦ વર્ષની સફરને સારી રીતે સમાપ્ત કરવાનું આયોજન કર્યું હતું અને તેથી જ મેં હવે નિવૃત્તિ લઈ લીધી છે. સેમિફાઇનલમાં હાર્યા બાદ અમે બધા નિરાશ થઈ ગયા હતા પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને પણ ખુશ છીએ.પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનો પણ ઉલ્લેખ કર્યો હતો

જેમાં તેમણે કહ્યું હતું કે, “વિનેશ ફોગાટ કુસ્તી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની છે, જે આપણા માટે ગર્વની વાત છે. વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો.” આપણા શૂટર્સ શૂટિંગ ઈવેન્ટ્‌સમાં ફાઇનલમાં પહોંચ્યા હતા. આ સાથે જ ઁસ્ મોદીએ યુવા કુસ્તીબાજ અમન સેહરાવતના પણ વખાણ કર્યા અને કહ્યું કે, અંગત જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ વ્યક્તિ પોતાનું સપનું સાકાર કરી શકે છે અને મુશ્કેલીઓ પોતાની જગ્યાએ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.