અંબાજીમાં ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરાઈ
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) આજે ૧૫ ઓગસ્ટ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ધૂમધામ થી ઉજવણી કરવામાં હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ તિરંગા ને ફેરવી દેશને દેશભક્તિ નો સંદેશો આપ્યો હતો.
૧૫ અગસ્ટને લઈને દેશના ખૂણા ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી વહેલી સવારથી જ બાલકો સહિત સમગ્ર દેશ ભક્તિમાં રંગાઈ ગયું હતું. દેશ ભર મા ગામ હોય કે શહેર હોય ચારે બાજુ દેશભક્તિની ગુંજ સાંભળવા મળી હતી.
દેશ ના તમામ રાજ્યો મા આજે ૭૮ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ સ્વતંત્રતા દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે આજે ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં પણ ૧૫ અગસ્ત નિમિત્તે તમામ શાળાઓ અને સરકારી વિભાગોમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ફેરવવામાં આવ્યો હતો.
આજે સવારે મોટી સંખ્યામાં પોલીસ જવાનો શાળાના બાળકો દ્વારા ડીજે સાથે તિરંગા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલી અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈ દેશભક્તિના ગીતો સાથે નીકળી હતી.