દિલ્હી પાસે દારુના અડ્ડા બહાર બાળકની લાશ મળી
નવી દિલ્હીઃ ગુરુગ્રામના માનેસરના નાહરપુર ગામમાં ગુરુવારે સાંજે ઘરની બહાર રમતું બાળક ગાયબ થયું હતું. ત્યારબાદ નવ વર્ષીય આ બાળકની લાશ મળી હતી. બાળકી લાશ દારૂના અડ્ડાની બહાર શુક્રવારે નગ્ન હાલતમાં મળી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કાળાજાદુ માટે બાળકની હત્યા કરવામાં આવી હશે.
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજે બાળક ન મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે ફરિયાદ ન્હોતી લીધી. આખી રાત બાળક ઘરે ન પહોંચતા શુક્રવારે પરિવારજનો ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે ફરીથી આખા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું. ત્યારબાદ ઘરથી 300 મિટર દૂર બાળકની લાશ એક ખાલી પ્લોટમાં મળી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાળકની હત્યા કરવામાં આવી છે. પોલીસે પોસ્ટમોર્ટમ માટે બાળકની લાશને મોકલી આપી હતી.
ડીસીપી માનેસર રાજેશ સિંહના જણાવ્યા પ્રમાણે બાળકની લાશ ઘરથી 300 મિટર દૂર મળી હતી. બાળકની લાશ ઉપર ઈજાના અનેક નિશાન મળ્યા છે. જેનાથી લાગે છે કે બાળકને ખૂબ જ મારવામાં આવ્યો હતો. અને તેની હત્યા કરી દીધી હશે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. જેમાં બાળક જતું દેખાઈ રહ્યું છે. જેનાથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે, કોઈ જાણકાર જ બાળકને સાથે લઈ ગયું છે. બાળક સાથે બળજબરી કરવાના કોઈ કાયદા જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે કાળા જાદું પણ હોઈ શકે છે. પરંતુ હજી સુદી કઈ ન કહી શકાય.
પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બિહારના સપોલ જિલ્લાનો રહેવાશી નવ વર્ષીય સોહેલ ગુરુવારે સાંજે ઘરની બહાર રમતો હતો ત્યારે તે અચાનક ગાયબ થયો હતો. પોલીસ દ્વારા શુક્રવારે ચલાવેલા કોમ્બિંગમાં નાહરપુરમાં બનેલા દારુના અડ્ડાની બહાર ખાલી પ્લોટમાંથી બાળકની લાશ મળી હતી. જે મૃતકના ઘરથી 300 મીટર દૂર છે.