Western Times News

Gujarati News

અમદાવાદમાં મારુતિ સુઝુકી નેક્સા એસયુવી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, મારુતિ સુઝુકી નેક્સા ગુજરાત ખાતે અમદાવાદ પ્રહલાદ નગરમાં મારુતિ સુઝુકી નેક્સા એસયુવી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારના તારીખ 17-8-2024 ના રોજ તહેવારો નિમિત્તે સારી ઓફરો અને એકટીવીટી સાથે સેલિબ્રેશનની શરૂઆત થઈ હતી.

અમદાવાદની જાણીતી કંપની અનલોક પ્રોડક્શન દ્વારા ફેસ્ટિવલ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકોને મારુતિની ગાડીઓ ઉપર સારી ઓફરો આપવામાં આવી હતી અને શાનદાર ઓન સ્પોર્ટ બુકિંગની ઓફર એક્સચેન્જમાં માર્કેટ કરતા વધારે બેનિફિટ મળે એવી રીતેના તેમજ ફાઇનાન્સ ઝોનમાં ફાઇનાન્સથી લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.

એટલું જ નહીં એના સિવાય ડીલર ઝોનમાં બધા ડીલર્સ હાજર રહ્યા હતા.  કટારીયા ઓટો,  નંદા ઓટો અને સ્ટારલાઈન ઓટો.ના ડીલર્સની ટીમના સભ્યો અમદાવાદમાંથી હાજર રહ્યા હતા અને ખૂબ જ સરસ રીતે આ એક્ટિવિટી કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારની ઓફરો આપવામાં આવી હતી. તેમજ દરેક ગ્રાહકે માહિતી મેળવીને એકટીવીટીની મઝા માણી હતી.

અમદાવાદમાં  શનિવારના દિવસે પ્રહલાદ નગરમાં  મારુતિ સુઝુકી નેકસા તરફથી ગ્રાહકને મળતા ફાયદા અને સંતોષ મળે એવી સક્સેસ ફૂલ ઇવેન્ટ જોવા મળી  હતી. ફરી જો આ પ્રકારની એક્ટીવીટી થાય તો ગ્રાહકો તેનો એક્સ્ટ્રા બેનિફિટ લઈને અને મારૂતી નેક્સા પરિવાર સાથે જોડાઈને લાભ મેળવી શકે છે. આ પ્રકારની ઓફર વર્ષમાં એક વખત મધ્યમાં તેમજ તે પછી ડિસેમ્બર મહિનામાં આવે છે. મારુતિ સુઝુકી નેક્સા દ્વારા આ પ્રકારની એકટીવીટી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે છે.

મારૂતિ નેક્સા તરફથી એસયુવી સેલિબ્રેશનમાં  લોકોને  ટેસ્ટ ડ્રાઈવ પણ આપવામાં આવી અને બધી જ માહિતીના સાથે સરસ ઓફર આપવામાં આવી હતી.  ગ્રાહકોને  એક સરસ મજાનું કોન્સેપ્ટ લઈને મારૂતિ સુઝુકી નેક્સા એક્ટિવિટી હવે ફરી આવત અઠવાડિયામા પણ થવાની છે અને એના માટે હજી પણ સારી તૈયારી ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.