સોનાક્ષી સિંહા સામેનો કેસ હવે મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરાયો
મુંબઇ, ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા છેતરપિંડી મામલે શનિવારે નવા માહિતી સામે આવી છે. મુરાદાબાદના એસપી સિટી અમિત આનંદ જણાવ્યું કે કેટલાક ટેકનિકલ કારણોના લીધે આ કેસને મુંબઇ પોલિસને ટ્રાંસફર કરવામાં આવ્યો છે. આનંદે જણાવ્યું કે સોનાક્ષી સિંહા પર છે છેતરપિંડીના કેસ છે તેની તપાસ હવે બહુ જલ્દી જ મુંબઇ પોલીસ કરશે. આ માટે કેસ ટ્રાંસફરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા મુરાદાબાદ પોલીસ સામે સોનાક્ષીએ કેસ દાખલ કરાવ્યો હતો.
આ મામલે સોનાક્ષી સિંહાના વકીલ મુનેશ પ્રેમજી કહ્યું કે આરોપ લગાવનારી પાર્ટીએ એગ્રીમેન્ટની શર્તોનું યોગ્ય રીતે પાલન નથી કર્યું. જેના કારણે સોનાક્ષી સિંહા કાર્યક્રમમાં યોગ્ય સમય નહતી પહોંચી શકી. અને તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. મુનેશ પ્રેમજીએ કહ્યું કે બંને પક્ષોમાં કાર્યક્રમ માટે સમજૂતી થઇ હતી. જેમાં સાફ લખ્યું હતું કે જો કરાર મુજબ કોઇ પણ વાત અનુસરવામાં ન આવી તો કાર્યક્રમ રદ્દ કરવામાં આવશે.
કટઘર પોલીસ સ્ટેશનમાં શિવપુરી નિવાસી પ્રમોદ શર્મા ઇન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ નામથી ઇવેન્ટ કંપની ચલાવે છે. દિલ્હીના સીરી ફોર્ટ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ માટે તેમણે ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહાના મેનેજરના માધ્યમથી તેમનો સંપર્ક કર્યો હતો. આ કાર્યક્રમના ઠીક પહેલા સોનાક્ષી સિંહા પર પરફોર્મ ન કરવાનો આરોપ છે. જ્યારે કાર્યક્રમ માટે સોનાક્ષીને ૩૬ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ પર પ્રમોદ શર્માએ ફેબ્રુઆરી ૨૦૧૯માં સોનાક્ષી સમેત ૫ આરોપીઓ વિરુદ્ધ કાવતરું રચવા, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ૩૬ લાખ રૂપિયા લેવાનો આરોપ લગાવી કેસ નોંધાવ્યો છે.