Western Times News

Gujarati News

પેઢીઓની પેઢીઓ જતી રહી પરંતુ શરણાર્થીઓને ન્યાય ન મળ્યો: અમિત શાહ

અમિત શાહે સીએએ હેઠળ 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપી

(એજન્સી)અમદાવાદ, અમિત શાહે આજે ૧૮૮ હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિક્તા આપી છે. પડોશી દેશોમાંથી આવેલા ૧૮૮ હિન્દુ શરણાર્થીઓને સીએએ હેઠળ ભારતીય નાગરિક્તાના પ્રમાણપત્ર અમિત શાહે એનાયત કર્યા હતા. આ તકે અમિત શાહે જણાવ્યુ કે આ અત્યંત ભાવુક કરનારી ક્ષણ છે. અત્યાર સુધી આ લોકો શરણાર્થી કહેવાતા હતા હવે ભારત માતાના પરિવારમાં સામેલ થઈ જશે.

શાહે કહ્યું ઝ્રછછ માત્ર દેશમાં વસેલા લાખો લોકોને નાગરિક્તા દેવાનો કાર્યક્રમ નથી. પરંતુ ઝ્રછછ દેશમાં વસતા લાખો શરણાર્થીઓને ન્યાય આપવાનો અને અધિકાર આપવાનો કાયદો છે. અમદાવાદના પંડિત દીનદયાલ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએઅંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, આણંદના ૨ લોકોને નાગરિકતા પત્ર અપાયું. તો કચ્છના ૩, મહેસાણાના ૧૦, વડોદરાના ૩ લોકોને નાગરિકતા પત્ર અપાયું. ઉપરાંત મોરબીના ૩૬, પાટણના ૧૮ લોકોને નાગરિકતા પત્ર આપવામાં આવ્યું. રાજકોટના ૬, સુરેન્દ્રનગરના ૨૦ નાગરિકતા પત્ર આપ્યા. આ રીતે પાડોશી દેશોના ૧૮૮ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી.

અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યો કે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તેમના સાથીદળોની તુષ્ટિકરણની નીતિને કારણે વર્ષ ૧૯૪૭ થી લઈને ૨૦૧૪ સુધી શરણાર્થીઓને તેમના અધિકારથી વંચિત રખાયા. પડોશી દેશોમાં તો તેમની સાથે અન્યાય થયો કારણ કે તેઓ અલ્પસંખ્યક હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ હતા. પરંતુ તેમની પ્રતાડના આપણા દેશમાં પણ થઈ. લાખો કરોડો લોકો ત્રણ ત્રણ પેઢી જતી રહી તો પણ ન્યાય માટે તરસતા રહ્યા.

અમિત શાહે કહ્યુ કોઈપણ દેશનું વિભાજન ધર્મના આધાર પર નથી થયુ.એકમાત્ર ભારતનું વિભાજન આઝાદી સમયે ધર્મના આધારે કરવામાં આવ્યુ. આ દરમિયાન ભયાનક કોમી રમખાણો થયા હતા. કરોડો ભારતીયો એ ક્યારેય નહીં ભૂલી શકે કે કેટલી પારવાર વેદના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ુ, બૌદ્ધ, જૈન, શીખોએ સહન કરવી પડી છે. કુંટબોના કુટુંબો ઉજડી ગયા, કરોડોપતિ, અબજોપતિઓ ગાંધીધામમાં આવી રોડ પર શાકભાજી વેચવા લાચાર બની ગયા, આનાથી મોટો અત્યાચાર આખી દુનિયામાં ક્યાંય નથી થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.