ઉત્તરાખંડમાં રાજ્યના આંદોલનકારીઓને મળશે સરકારી નોકરીઓમાં અનામત
ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં રાજ્યના આંદોલનકારીઓને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપતા બિલને રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે સરકાર રાજ્યના આંદોલનકારીઓના સંઘર્ષ અને બલિદાનને ક્યારેય ભૂલી શકે નહીં અને તેમના કલ્યાણને સર્વાેચ્ચ પ્રાથમિકતા આપે છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે રાજ્યના આંદોલનકારીઓ અને તેમના તમામ આશ્રિતોને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યાે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બિલને મંજૂરી મળતા રાજ્યના આંદોલનકારીઓની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે.
તેમણે કહ્યું કે રાજ્યના આંદોલનકારીઓના પેન્શનમાં વધારો કરવાની સાથે સરકારે તેમના મૃત્યુ પછી તેમના આશ્રિતોને પેન્શન આપવાનો પણ નિર્ણય કર્યાે છે.તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા, સીએમ ધામીએ કહ્યું, ‘માનનીય રાજ્યપાલે ઉત્તરાખંડ રાજ્યના આંદોલનકારીઓ અને તેમના આશ્રિતો માટે સરકારી નોકરીઓમાં ૧૦% આડી અનામત માટેના બિલને મંજૂરી આપી છે.
માનનીય રાજ્યપાલનો હૃદયપૂર્વક આભાર! રાજ્યના આંદોલનકારીઓ હંમેશા અમારા માટે સન્માનિત રહ્યા છે, અમે તેમના સપનાના ઉત્તરાખંડ બનાવવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છીએ. આ બિલ પાસ થવાથી રાજ્યના આંદોલનકારીઓ અને તેમના આશ્રિતોને સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા મળી શકશે. આ બિલ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. રાજ્યના આંદોલનકારીઓ લાંબા સમયથી આ માંગને લઈને આંદોલન કરી રહ્યા હતા. હવે બિલ મંજૂર થયા બાદ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યાે છે.SS1MS